Viral videoZara hatke

93 વર્ષ ના દાદી એ એવો જબરો ડાન્સ કર્યો કે તેમનો ડાન્સ જોઈ ને જુવાનિયા પણ હેરાન રહી ગ્યાં….જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવા પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના  દિવસની શરૂઆત કરતાં હોય છે.

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીયે કે ઉમર માત્ર એક અંક છે. આટલે કે વધતી ઉમર એક નંબર માત્ર છે. જેનું મનુષ્ય ની પસંદ નાપસંદ સાથે કોઈ લેવા દેવા નથી. આજ કારણ છે કે 50 વર્ષની ઉમર પાર કર્યા પછી પણ લોકો બાળકો ની જેમ મસ્તી કરતાં હોય છે અને હસી મજાક કરી પોતાની જીવન ની મોજ લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો બહુ જ ઝડપ થી વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં એક વૃધ્ધ મહિલા ડાન્સ કરતી જોવા મળે છે. જેમાં હેરાન કરનારી વાત તો એ છે કે આ મહિલા ની ઉમર 93 વર્ષ ની છે.

આમ છતાં તે અભિનેતા શમ્મી કપૂર ના મશહૂર ગીત પર ‘બદન પે સિતારે’ ના તાલે એવી જબરદાસ્ત ડાન્સ કરતી જોવા મળે છે ભલ ભલા જુવાનીયા તેને જોઈને હેરાન રહી જાય છે.આ વાઇરલ થઈ રહેલા વિડીયો માં તમે જોઈ સકો છો કે 93 વર્ષની ઉમરના એક દાદી શમી કપૂર ના ગીત સાંભળતા જ ખુશ થઈ જાય છે અને ધીમે ધીમે ડાન્સ કરવા નું શરૂ કરી દે છે. આ ડાન્સ દરમિયાન દાદી બહુ જ ક્યૂટ લાગી રહી છે.

અને તેમના પ્રેમાન હાવભાવ જોઈ દરેક લોકો તેમના દિવાના થઈ રહ્યા છે. આ દાદી સામિ કપૂર ના ડાન્સ સ્ટેપ ને અનુસરતી જોવા મળે છે અને તે મુજબ જ ડાન્સ કરી રહી છે. દાદી ને આમ બેફિકર ડાન્સ કરતાં જોઈને પરિવારના દરેક લોકોના હોશ ઊડી જાય છે. અને તાળીઓ ના ગડગડાટ સાથે દાદી ના આત્મવિશ્વાસ માં વધારો કરે છે. આટલું જ નહીં  પરિવારના લોકોને દાદી ની ચિંતા પણ છે .

અને આથી જ તેઓ દાદી ની પાછળ જોવા મળે છે કે જ્યારે પણ જો તેમનું બેલેન્સ બગડે તો તેઓ  દાદી ને સંભાળી શકે. વાઇરલ થઈ રહેલા આ વિડીયો માં જોઈ સકાય છે કે ઉમર વધારે હોવાના કારણે દાદી જમીન પર સરખી રીતે ઊભા પણ નથી રહી સકતા પરંતુ જેવી સામિ કપૂર નું ગીત વાગે છે કે જાણે દાદી ને પોતાની જુવાની યાદ આવી ગઈ હોય એમ ઉત્સુકતા માં આવીને ડાન્સ કરવા લાગે છે. હાલમાં તો એનરજીથી ભરેલો આ દાદી નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવી રહ્યો છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *