EntertainmentJust now

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પર તુટી પડયો દુઃખનો પહાડ, નજીકના આ ખાસ વ્યક્તિનું થયું અવસાન

Spread the love

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ના નાના નરેન્દ્ર્નાથ રાજદાન નું આજે એટલે કે 1 જૂન 2023 ના રોજ 95 વર્ષની આયુમાં અવસાન થઈ ગયું છે. આલિયા ની સાથે સાથે તેની માતા સોની રાજદાન એ પણ પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ દ્વારા આ દુખદ ખબર પોતાના ફેંસ ની સાથે શેર કરી છે. જાણકારી અનુસાર નરેન્દ્ર્નાથ રાજદાન થોડા સમયથી બીમાર હતા. તેઓને થોડા સમય પહેલા જ ફેફસામાં થયેલ ઇન્ફેક્ષન ના કારણે ‘ બ્રીચ કૈડી હોસ્પિટલ ‘ માં દાખલ કરવામાં આવ્યા હતા.

bollywoodshaadis. com

જોકે તેમનું ઇન્ફેક્ષન વધી ગયું હતું અને આથી ડોકટરોએ તેમણે આઈસીયુ માં ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે તેઓ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગ્યાં છે. સોની રાજદાન એ પોતાના ઇન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ થી એક ઈમોશનલ પોસ્ટ શેર કરતાં પોતાના પિતાના અવસાન ના દુખદ સમાચાર શેર કર્યા છે. તેઓએ પોતાના પિતાની એક તસવીર શેર કરતાં લખ્યું હતું કે પિતા, દાદા, નિંદિ- પૃથ્વી પર અમારા દુત . અમે તમને અમારા કહેવા માટે બહુ જ આભારી છીએ. તમારી રોશનીમાં જીવન જીવવા માટે આભારી છીયે.

તમે તમારી સાથે અમારો એક હિસ્સો પણ લઈ ગયા છો. પરંતુ અમે તમારી આત્મા થી કોઈ દિવસ અલગ નહીં થઈએ. તે અમારા દરેકમાં વસે છે. આગળ તેઓએ લખ્યું કે તમે અમને હમેસા એ યાદ અપાવતા રહેશો કે વાસ્તવમાં જીવતા રહેવાનો મતલબ શું થાય છે. તમે જ્યાં પણ હોય  તમારી એ ખૂબસૂરત સ્માઇલ ના કારણે હવે આ એક સરસ જગ્યા છે. અમે તમને તમારા પાગલપન, સુંદરતા અને મજાકીયા સ્વભાવ ને લઈને બહુ જ પ્રેમ કરીએ છીએ. જ્યાં સુધી આપણે ફરીવાર નહીં મળીએ.

bollywoodshaadis. com

અભિનેત્રી આલિયા ભટ્ટે પણ પોતાના ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ પરથી તેના નાના ના જન્મદિવસનો એક વિડીયો શેર કરતાં તેમના માટે એક ભાવુક નોટ લખી હતી. વિડિયોમાં આલિયા ના નાના નરેન્દ્ર્નાથ પોતાનો જન્મદિવસ મનાવતા નજર આવી રહ્યા છે. આ સાથે જ તેઓ હમેસા સ્માઇલ કરવા માટે પણ કહી રહ્યા છે. વિડિયોમાં આલિયા ભટ્ટ ના પતિ રણવીર કપૂર પણ દેખાઈ રહ્યા છે. આ વિડીયો શેર કરતાં આલિયા ભટ્ટ એ પોતાની નોટ માં લખ્યું કે મારા નાનાંજી , મારા હીરો. 93 સુધી ગોલ્ફ રમ્યા , 93 સુધી કામ કર્યું ,સૌથી સારું ઓમલેટ બનાવ્યું,

bollywoodshaadis. com

સારી વાર્તાઓ કહી, વાયલીન વગાડ્યું, પોતાની નાતિન સાથે રમ્યા, તેમણે ક્રિકેટ બહુ જ પસંદ હતું, તેમણે સ્કેચિંગ  કરવી પણ ગમતી હતી, તે પોતાના પરિવારને પ્રેમ કરતાં હતા અને અંતિમ સમય સુધી પોતાના જીવન ને પ્રેમ કરતાં રહ્યા. મારૂ દિલદુખ થી ભર્યું છે કેમકે મારા નાનાજીએ જે ખુશીઓ અમને આપી છે તેમના માટે હું બહુ જ ધન્યતા અનુભવી રહી છું કે તેઓએ અમને રોશની ની સાથે મોટા કર્યા. બહુ બધો પ્રેમ, જ્યાં સુધી આપણે ફરીવાર ના મળીએ.હાલમાં તો અભિનેત્રી ના નાના નું આમ અવસાન થવાથી અભિનેત્રી દુખી અવસ્થામાં જોવા મળી આવી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *