EntertainmentJust now

અભિનેતા તુષાર કપૂર એ બહુ જ ખાસ અંદાજમાં ઉજવ્યો પોતાના 7 વર્ષના દીકરા લક્ષ્ય નો જન્મ દિવસ….જુવો પાર્ટીની લાજવાબ તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેતા તુષાર કપૂર એ 1 જૂન 2023 ના રોજ પોતાના દીકરા લક્ષ્ય ના 7 માં જન્મદિવસની ઉજવણી કરી . આ અવસર પર તુષાર એ લક્ષ્ય માટે ‘ સુપર મારિયો ‘ થીમ બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં તુષારના પિતા અને એક્ટર જીતેન્દ્ર, બહેન એકતા કપૂર , રાની મુખર્જી અને કરીના કપૂર ના બે દીકરાઓ તૈમુર અને જહાંગીર શામિલ થયા હતા. 1 જૂન 2023 ના રોજ લક્ષ્ય ના 7 માં જન્મદિવસ ના અવસર પર તુષાર કપૂર એ કાર્ટૂન થીમ વાળા ‘ સુપર મારિયો’ બર્થડે પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

અભિનેતા તુષાર કપૂર એ આ પાર્ટી માં એક સિમ્પલ બ્લેક ટી શર્ટ અને બ્રાઉન પેન્ટ માં નજર આવ્યા હતા. સામે આવી રહેલી તસવીરો માં અભિનેતા એક કલરફુલ બૈનર ની આગળ બર્થડે બોય લક્ષ્ય ની સાથે ફોટોઝ ક્લીક કરાવતા નજર આવ્યા હતા. આ પાર્ટીમાં બર્થડે બોય લક્ષ્ય એ સફેદ ટી શર્ટ , રેડ શોર્ટ્સ અને નિયોન કલર ના સ્નીકર્સ માં બહુ જ ક્યૂટ લાગી રહયા હતા. અભિનેતા તુષાર કપૂર ના દીકરા ની બર્થડે પાર્ટીમાં તેમની બહેન એકતા કપૂર તેના દીકરા રવિ કપૂર, માતા – પિતા જીતેન્દ્ર અને શોભા ની સિવાય અભિનેત્રી રાણી મુખર્જી પણ ઉપસ્થિત જોવા મળી હતી.

આ દરમિયાન રાની મુખર્જી ગ્રીન કોઓર્ડીનેટ સેટ માં અને મોટા ચશ્મા માં હંમેશા ની જેમ ખુબસુરત લાગી રહી હતી. પાર્ટીમાં ટીવી અભિનેત્રી કાંચી કૌલ પણ પોતાના દીકરા  અજોઈ અને ઇવર ની સાથે આવી હતી. લક્ષ્ય ની આ બર્થડે પાર્ટી માં કરીના કપૂર અને સૈફ અલી ખાન ના દીકરા તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન પણ પહોંચ્યા હતા. સામે આવી રહેલ તસ્વીરોમાં જેહ ને તેની નૈની ના ખોળામાં ગિફ્ટની સાથે ઉભેલો જોવા મળી આવે છે. જેહ આછા નીલા રંગ ના ટીશર્ટ માં અને જીન્સ ની સાથે સફેદ રંગ ના સ્નીકર્સ માં બહુ જ ક્યૂટ લાગી રહયા હતા.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

ત્યાં જ કરીના કપૂર નો મોટો દીકરો તૈમુર લીલા રંગ ના ટી શર્ટ અને ડેનિમ માં ક્યૂટ લાગી રહ્યો હતો. આ બર્થડે પાર્ટીમાં તે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી જે નાના બાળકોને આકર્ષિત કરી શક્તિ હતી. આ બર્થડે પાર્ટીમાં ઘણા સેલિબ્રિટિ  પોતાના બાળકોની સાથે હાજર રહ્યા હતા. આમ તો અભિનેતા તુષાર કપૂર ઘણીવાર પોતાના પરિવાર ની સાથેની તસવીરો શેર કરતા રહેતા હોય છે. તમને જણાવી દઈએ કે તુષાર કપૂર એ 1 જૂન 2016 ના રોજ સરોગેસી થી પોતાના દીકરા લક્ષ્ય નું આ દુનિયામાં સવાગત કર્યું હતું અને ત્યારથી જ તેઓ એક સિંગલ પિતા તરીકે દીકરાની પરવરીશ કરી રહયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *