Entertainment

‘ યે જવાની હે દીવાની’ ફિલ્મ ના 10 વર્ષ બાદ અભિનેતા રણવીર કપૂર નો એવો ડાન્સ વિડીયો સામે આવ્યો કે જે જોઈને તેમના ફેન્સ હક્કા બક્કા રહી ગયા… જુવો વિડીયો

Spread the love

બૉલીવુડ અભિનેતા રણવીર કપૂર ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘  જવાની હે દીવાની’ ને 10 વર્ષ પુરા થઇ ગયા છે. આ ફિલ્મનો ક્રેઝ આજે પણ એવો જ બરકરાર જોવા મળી આવે છે. ફેન્સને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ આ 10 વર્ષ માં આટલી બધી બદલાઈ ગઈ છે. આ અવસર પર ફિલ્મના અભિનેતા એ ફિલ્મ ની શુટિગ સમય ની એક જૂની યાદ ને તાજા કરી હતી. જોકે હજુ પણ ફેન્સ ‘ યે જવાની હે દીવાની’ ના નશામાં જોવા મળી આવે છે.

સોશિયલ મીડિયા પર રણવીર કપૂર નો એક જૂનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં અભિનેતા ફિલ્મના ડાન્સ નંબર ‘ દિલ્લી વાલી ગર્લફ્રેન્ડ ‘ પર થરકતા નજર આવી રહયા છે. અયાન મુખર્જી ના ડાયરેક્શન નીચે બનેલી ફિલ્મ ‘ યે જવાની હે દીવાની’ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થઇ હતી. જેના ગીતોએ ખુબ ધૂમ મચાવી હતી. જે ફિલ્મના ગીતો આજે પણ લોકોને જુબાની યાદ છે.

ત્યાં જ રણવીર કપૂર નો કિરદાર ‘ બની’ આજે પણ ફેન્સ ને ફેવરેટ છે. ફિલ્મ માં રણવીર કપૂર ની જોડી તેમની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ ની સાથે બની હતી, હવે ઈંસ્ટ્રાગ્રામ પર રણવીર કપૂર ના ફેન્સ તેના ઘણા જુના વિડીયો શેર કરી રહયા છે. ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં રણવીર ‘ દિલ્લી વાલી ગર્લફ્રેન્ડ ‘ ગીત પર ડાન્સ કરી રહયા છે,બની નો આ અંદાજ તેના ફેન્સ ને બહુ જ પસંદ આવી રહ્યો છે.

યુઝર્સ #Bunnyisback અને #10yearsofYJHD ની સાથે આ વીડિયો પર બહુ જ પ્રેમ વરસાવી રહયા છે. આ વીડિયોમાં રણવીર કપૂર ને ગીતના હુક સ્ટેપ કરતા જોઈ શકાય છે,તમને જણાવી દઈએ કે રણવીર કપૂર નો આ વિડીયો ‘ એનિમલ’ ફિલ્મ ની પાર્ટીનો છે. ફેબ્રુઆરી 2023 માં સામે આવેલ આ વીડિયોમાં રણવીર કપૂર બહુ જ જોરદાર નાચ્યાં હતા. અભિનેતા એ ફિલ્મ ના ક્રુ મેમ્બર્સ અને ટિમ ની સાથે ખુબ ડાન્સ કર્યો હતો

.આ પાર્ટીમાં રણવીર કપૂર એ રિતિક રોશન ના ગીત ‘ એક પલ કા જીના ‘ અને શાહરુખ ખાન નું સુપરહિટ ગીત છૈયા છૈયા પર પણ થોડા ડાન્સ સ્ટેપ કર્યા હતા. ફિલ્મ ‘ યે જવાની હે દીવાની ‘ માં રણવીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કી કોચલીન અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ કોલેજ લાઈફ રોમાન્સ અને ફ્રેન્ડશીપ પર આધારિત હતી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *