Just nowTV serial

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા ! ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં મોત,

Spread the love

હાલમાં મનોરંજન જગતમાથી રોજબરોજ કોઈના કોઇ દુઃખદ અવસાનના સમાચાર સામે આવી રહયા છે. ત્યારે ફરી એકવાર આજે ટીવી ઈન્ડસ્ટ્રી માથી શોકનો માહોલ જોવા મળી આવ્યો છે.પોપ્યુલર સિરિયલ ‘ સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય નું રોડ અકસ્માત દરમિયાન મોત થઇ ગયું છે.વૈભવી ઉપાધ્યાય ના અવસાનના સમાચાર સામે આવતા જ ટીવી ઇન્ડસ્ટ્રી માં શોકની લહર પ્રસરી ગઈ છે.

અને દરેક સ્ટાર્સ અને ફેંન્સમા ગમગીન માહોલ જોવા મળી આવ્યો છે. નિર્માતા જેડી મજેઠીયા એ આ દુઃખદ સમાચાર લોકોની સાથે શેર કર્યા છે. તેઓએ ઈનસ્ટરાગ્રામ પર શેર કરેલ એક પોસ્ટ માં જણાવ્યું કે આ દુર્ઘટના ઉત્તર ભારત માં થઇ છે. આ ઘટના બનતા સેલિબ્રિટી સહીત ફેન્સ ને પણ વૈભવી ઉપાધ્યાય નું આમ અચાનક અવસાન થવાની ખબર મળતા આઘાત લાગી આવ્યો છે. જેડી મજિઠીયા એ લખ્યું કે જીવન બહુ જ અપ્રત્યાશિત છે.

એક બહુ જ ઉમદા અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય જેમને સારાભાઈ વર્સેસ સારાભાઈ માં ‘ જૈસ્મિન ‘ ની ભૂમિકા ભજવી હતી જેના કારણે તે લોકપ્રિય બની હતી.તેમનું રોડ અકસ્માત માં દુઃખદ અવસાન થઇ ગયું છે. તે ઉત્તર ભારતમાં એક રોડ અકસ્માત નો શિકાર થઇ ગઈ છે. પરિવારના લોકો કાલે સવારે 11 વાગે અંતિમ સંસ્કાર માટે તેમના શવને મુંબઈ લાવશે.

RIP વૈભવી’. અભિનેતા દેવેન ભોજાની એ પણ ટ્વીટ કરીને લખ્યું કે શોકિંગ , એક બહુ જ સારી અભિનેત્રી અને એક સારી મિત્ર વૈભવી ઉપાધ્યાય જેમને સારાભાઈ વર્સેસ સારાભાઈ માં જૈસ્મિન ના રૂપમાં ઓળખવામાં આવે છે. તે હવે આપણી વચ્ચે નથી રહી. થોડા કલાકો પહેલા જ તે એક રોડ અકસ્માત નો શિકાર થઇ ગઈ. વૈભવી ની આત્માને શાંતિ મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *