Gujarat

ખેડૂતો માટે પરેશ ગૌસ્વામીએ કરી ભારે મોટી આગાહી! કહ્યું કે આ તારીખથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે, જાણો કયા ને ક્યારે??

Spread the love

હાલમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગૌસ્વામી એ પણ ભારે આગાહી કરી છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરેલ છે.

હવામાન વિભાગની આગાહી સામે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજી જોઈએ તેવો વરસાદ પડી નથી રહ્યો. પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ થશે પરંતુ અહીં વરસાદની તીવ્રતા ઓછી હશે. અમદાવાદ, વડોદરા, લુણાવાડા અને ગોધરાની આસપાસ પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં  સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.

આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *