EntertainmentSouth entertainment

બૉલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી માં દુઃખના વાદળો છવાયા, સાઉથ ના આ દિગ્ગજ અભિનેતા નું 71 વર્ષની વયે થયું દુઃખદ અવસાન, ૐ શાંતિ

Spread the love

હાલમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક બહુ જ દુઃખદ સમાચાર સામે આવી રહયા છે કે જેમાં સાઉથના દિગ્ગજ અભિનેતા સરથ બાબુ નું 71 વર્ષની વયે સોમવારના રોજ દુઃખદ અવસાન થઇ ગયું છે. જેના કારણે બૉલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી માં શોકનો માહોલ જોવા મળી આવ્યો છે. હૈદરાબાદ ની એક ખાનગી હોસ્પિટલમાં મલ્ટી ઓર્ગન ફેલિયર ની સારવાર ચાલી રહી હતી અને આ સારવાર દરમિયાન જ તેઓ સ્વર્ગવાસ પામ્યા છે. તેમના પ્રચારક એ તેમના અવસાન અંગેની પુષ્ટિ કરી છે. ઘણા લોકોએ ટ્વીટર પર અભિનેતા ના અવસાન પર શોક પણ વ્યક્ત કર્યો છે.

તેમને ગયા વર્ષે છેલ્લીવાર ફિલ્મી પડદા પર જોવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆત માં જ સરથ બાબુ ની તબિયત ખરાબ થઇ જતા તેમને હૈદરાબાદ ના એઆઇજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર સરથ બાબુ ને સેપિસ્સ થઇ ગયું હતું. જેના કારણે ગળું, ફેફસા, યકૃત અને અન્ય અંગો ના કામકાજ માં અસર પડી હતી. અને આથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તેમના અવસાન અંગેની ખબરો ફેલાઈ ગઈ હતી.

સરથ બાબુ ના મોત ની આ ખબરો ને લઈને પ્રતિક્રિયા આપતા તેમની બહેન એ એક બયાન માં કહ્યું હતું કે સરથ બાબુ ના અવસાન ને લઈને આવતી સોશિયલ મીડિયા પર આવી રહેલ દરેક ખબરો ખોટી છે. સરથ બાબુ હવે થોડા સારા થઇ ગયા છે તેમનો રૂમ પણ બદલી નાખવામાં આવ્યો છે. હું ઉમ્મીદ કરું છું કે તેઓ જલ્દી જ સંપૂર્ણ રીતે સારા થઇ જાય અને મીડિયા સાથે વાત કરે. મારો અનુરોધ છે કે સોશિયલ મીડિયાની કોઈ પણ ખબરો પર વિશ્વાસ ના કરો. સરથ બાબુ નો જન્મ સત્યમ બાબુ દીક્ષીતુલુ ના રૂપ માં થયો હતો.

1973 માં તેમને તેલુગુ ફિલ્મ રામ રાજ્યમ થી અભિનય ની શરૂઆત કરી હતી. ચાર વર્ષ પછી તેમને 1977 માં કે બાલાચંદર ની પટ્ટીનાં પર્વેશમ ની સાથે તમિલ સિનેમાની શરૂઆત કરી હતી.કે બાલાચંદર ની ફિલ્મ નિઝલ નિજામગીરાધું માં વેંકટચલમ નો કિરદાર નિભાવ્યા બાદ તેમની લોક્પ્રિયતમાં વધારો થયો હતો. અને તમિલ ફિલ્મ જગતમાં નામના મેળવી હતી. તેમને મલયાલમ સિનેમા માં પોતાની કરીયર ની શરૂઆત 1979 ની ફિલ્મ સરપંચરમ થી કરી,

જેને હરિહરન એ નિર્દેશિત કરી હતી. પાંચ દશકથી વધારે ના કરિયરમાં સરથ બાબુ એ 200 થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો. તેમને થોડી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમને હાલમાં જ પવન કલ્યાણ ની વકીલ સાબ માં જોવામાં આવ્યા હતા. તેમને રજનીકાંત ની સાથે સાથે કમલ હસન ની સાથે પણ ઘણી પરિયોજનાઓ માં કામ કર્યું હતું. હાલમાં તો તેમના અવસાન ના સમાચાર આવતા જ સમગ્ર બૉલીવુડ જગત અને સાઉથ જગત માં શોકનો માહોલ જોવા મળી આવ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *