Viral video

બસમાં દાદીને યાત્રીઓએ બેસવા માટે જગ્યા નો આપી તો ડ્રાઇવરે કર્યું એવું કે વિડીયો જોઈને હસવું રોકી નહીં શકો…. જુવો વિડિયો

Spread the love

જ્યારે પણ પબ્લિક ટ્રાન્સપોટ નો ઉપયોગ કરવામાં આવે તો ઘણીવાર બસોમાં કોઈના કોઈ અજીબ હરકતો થઈ જતી હોય છે. જે જોઈને આપણે આપની હસી રોકી શકતા નથી તો ઘણીવાર બસની અંદર એવી ઘટનાઓ થઈ જતી હોય છે કે તે જોઈને આપણે આશ્ચર્યમાં પડી જતાં હોઈએ છે. આમાં ઘણીવાર સીટો પર એવા યાત્રિકો મુસાફરી કરતાં જોવા મળી જાય છે કે જે જરૂરિયાતમંદ કે વૃધ્ધ લોકો ને પણ મદદ કરતાં નથી.

અને તેમની માટે જગ્યા પણ નથી કરી શકતા. તેઓને કેટલી પણ વિનતિ કરવામાં આવે તો પણ તેઓ આમથી તેમ ખસતા નથી. પરંતુ અત્યારે એક એવો વિડીયો સામે આવી રહયો છે કે જ્યાં એક બસ ડ્રાઈવર એ તેમાં મુસાફરી કરતાં યાત્રિકોને બહુ જ સરસ પાઠ ભણાવ્યો. આટલું જ નહીં દરેક લોકો પોતાની સીટ મૂકીને ભાગવા માટે પણ તૈયાર થઈ ગયા. સોશિયલ મીડિયા ની સામે આવી રહેલ આ વિડિયોમાં જોઈ શકાય છે કે બે લોકોની સીટ માં એક એક યાત્રીઓ બેઠા છે.

ત્યારે જ એક વૃધ્ધ મહિલા બસમાં ચડે છે અને સીટ પર બેસવાની કોશિશ કરે છે. પરંતુ કોઈ પણ યાત્રીઓ પોતાની સીટ પરથી ઊભા થતાં નથી. અને અંતમાં મહિલા સીટ પર જગ્યા ના મળતા તે ઉદાસ થઈને ત્યાં જ ઊભી રહીને જ મુસાફરી કરવા લાગી જાય છે. પરંતુ સ્ટેરિંગ સાંભળતા બસ ડ્રાઈવર ને આ વાત સહેજ પણ પસંદ આવી નહીં. અને આથી તેમણે દરેક યાત્રિકોને એક પાઠ ભણાવાનું નક્કી કર્યું. વિડિયોમાં આગળ તમે જોઈ શકો છો કે ડ્રાઈવર ઊભો થઈ જાય છે

અને તે વૃધ્ધ મહિલાની પાસે પહોચે છે. અને ત્યાર બાદ તરત જ તેમને સ્ટેરિંગ આપી દેય છે આટલું જ નહીં આગળ તે વૃધ્ધ મહિલાને બસ ચલાવા માટે પણ કહે છે. ડ્રાઇવરને આ કરતાં જોઈને ત્યાં મુસાફરી કરતાં દરેક લોકો ડરી જાય છે. અને તરત જ દરેક યાત્રીઓ પોતાની સીટ છોડી ને ઊભા થઈ જાય છે અને ઉભેલા દાદીને સીટ પર બેસવા માટે કહે છે.

આગળ વિડિયોમાં તમ જોઈ શકો છો કે યાત્રીઓ ને પાઠ ભણાવ્યા પછી ડ્રાઈવર થોડી સ્માઇલ કરે છે દાદીને પાછા સીટ પર બેસવાનું કહે છે. હાલમાં તો આ વિડિયોલોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો કોઈ રિલ સ્ટોરી નો હિસ્સો માલૂમ થાય છે. પરંતુ આ વિડીયો લોકોને સારો સંદેશ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *