Zara hatke

9 બાળકોની માતા હોવા છતાં આ મહિલા એવું ગજબનું ફિગર ધરાવે છે કે 28 વર્ષે પણ….જાણો

Spread the love

આપણે રોજ સોશિયલ મીડિયાની દુનિયામાં અનેક પ્રકારના કિસાઓ જોતાં હોઈએ છે જે જોઈ આપણે આશ્ચર્યમાં પડી જતાં હોઈએ છીયે ત્યારે આજે પણ એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં 9 બાળકોની માતાએ પોતાના શરીરને એવું સંતુલિત કર્યું છે કે તમે તે મહિલાને જોઈને હોશ ખોઈ બેઠશો.આ  મહિલાની કહાની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મહિલાની ઉંમર જાણીને તમને પણ નવાઈ લાગશે કે તેણે માત્ર 28 વર્ષની ઉંમરમાં જ 9 બાળકોને જન્મ આપ્યો છે.

સતત 12 વર્ષ સુધી દર વર્ષે પ્રેગ્નન્સીમાંથી પસાર થયા પછી કોરા ડ્યુકને 9 બાળકો થયા છે. નવાઈની વાત તો એ છે કે 9 બાળકોની માતા જ્યારે તેના બાળકો સાથે બજારમાં કે બહાર ફરવા જાય છે ત્યારે તેને કોઈ પણ મા તરીકે નહીં પરંતુ મોટી બહેન તરીકે સમજે છે. પરિવારમાં બાળકનો જન્મ દરેક પતિ-પત્ની માટે ખૂબ જ ખુશીની ક્ષણ હોય છે. પરંતુ આ સુખદ અનુભૂતિ દક્ષિણ એશિયન મૂળના કોરા ડ્યુકને તેના જીવનમાં 9 વખત થઈ છે.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કોરા હાલમાં 39 વર્ષની છે, જેણે આન્દ્રે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અને તે હવે 42 વર્ષનો છે. બંને 9 બાળકોના માતા-પિતા છે. રિપોર્ટ અનુસાર, કોરા જ્યારે ટીનેજમાં હતી, ત્યારે તે 16 વર્ષની ઉંમરમાં વર્ષ 2000માં પહેલીવાર માતા બની હતી.TODAY.com અહેવાલ આપે છે કે ડ્યુક પોતાના પતિ આન્દ્રેને ત્યારે મળી હતી કે જ્યારે તે હાઈસ્કૂલમાં સિનિયર હતો. આન્દ્રે હાલમાં  બિઝનેસ કન્સલ્ટન્ટ છે. લગ્નના 22 વર્ષ બાદ આ કપલને 9 બાળકો છે.

આ દંપતીને 21 વર્ષીય આલિયા, 20 વર્ષની શીના, 17 વર્ષની  યુના, 17 વર્ષની ઝાન, 16 વર્ષના  કૈરો, 14  વર્ષના સૈયા, 13  વર્ષની અવી, 12  વર્ષની  રોમાની અને તાહજ 10 વર્ષનાં આમ 9 બાળકો છે. ડ્યુક સતત 12 વર્ષથી ગર્ભવતી છે. 9 બાળકોની માતા કોરા ડ્યુક સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે તેના બાળકો સાથે ફેમિલી વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. જો કે તે વેઈટલિફ્ટર પણ છે અને તેની ફિટનેસ સંબંધિત પોસ્ટ  અપડેટ કરતી રહે છે. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી કોરા ડ્યુકને સોશિયલ મીડિયા પર યુઝર્સ ‘સુપરમોમ’ કહીને બોલાવે છે.

કોરા કહે છે કે 28 વર્ષની ઉંમર સુધી તેણે નવ બાળકોને જન્મ આપવાની યોજના નહોતી કરી.ડ્યુક કહે છે કે જ્યારે બાળકો નાના હતા ત્યારે જીવન કરતાં આજે જીવન ઘણું સરળ છે. દરેકને પૂછવા ઉપરાંત “દરેક દિવસ” રાત્રિભોજન માટે શું છે? તેણી કહે છે કે તેના બાળકો એકદમ સ્વતંત્ર છે અને હવે તેમને ઉછેરવાનું સરળ છે. તે જ સમયે, તેણે કહ્યું કે તે વેઈટલિફ્ટિંગ દ્વારા તેનું ફિગર જાળવી રાખે .

તમને જણાવી દઈએ કે કોરા ડ્યુકને ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેને જોઈને કોઈ અંદાજો લગાવી શકતું નથી કે તે 9 બાળકોની માતા હશે. ઘણી વખત યુઝર્સ છેતરાઈ જાય છે અને કોમેન્ટ સેક્શનમાં તેને મોટી બહેન પણ કહીને બોલાવે છે. હાલમાં જ તેના એક વીડિયો પર 30 લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે. જો કે, જ્યાં એક તરફ તેના લુક્સના વખાણ થાય છે ત્યાં કેટલાક લોકો તેને ટ્રોલ કરવાથી બચતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Kora Duke 🇮🇳 (@mzkora)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *