EntertainmentJust now

શું ખરેખર પૈસા માટે આયુષ શર્મા એ સલમાન ખાન ની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યા??? આ વાતનો ખુલાસો કરતા આયુષ શર્માએ કહી એવી વાત કે…..જાણો

Spread the love

અભિનેતા આયુષ શર્મા એ વર્ષ 2014 માં સલમાન ખાન ની નાની બહેન અર્પિતા ખાન ની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયથી જ લોકો આયુષ ને બહુ જ ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે આયુષ શર્મા એ સલમાન ખાનની બહેન સાથે લગ્ન તેના પૈસા માટે થઈને કર્યા છે. તો ઘણા લોકોનું કહેવું છે કે ફિલ્મોમાં કામ કરવા માટે આયુષ એ આવું કર્યું છે. આમ વારંવાર ટ્રોલ થવાથી અભિનેતા આયુષ બહુ જ પરેશાન થઈ ગ્યાં છે.

અને હવે તેઓએ આ વાત પર પોતાની નારાજગી જાહેર કરી છે. આયુષ એ જણાવ્યુ કે કઈ રીતે આવી કમેંટ્સ તેમના પર અને તેમના વિવાહિત જીવન પર અસર કરી રહી છે.આયુષ ની પહેલી ફિલ્મ ‘ લવયાત્રી’ તેમના લગ્નના 4 વર્ષ બાદ રિલિજ થઈ હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ને આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુ માં તેઓએ ટ્રોલ્સ પર બહુ જ સ્પસ્ત વાત કરી છે. અભિનેતા આયુષ શર્માએ કહ્યું હતું કે અર્પિતા બહુ જ મજબૂત અને આત્મવિસવાસ થી ભરેલી મહિલા છે.

અને આવા જીવનસાથીનો સાથ હોવો એ બહુ જ ખાસ વાત છે. તે જેવી છે તે પોતાને એ જ રૂપમાં સ્વીકારે છે. વારંવાર થનારી ટ્રોલિંગ થી તે કોઈ દિવસ પરેશાન થઈ નથી કેમકે તે પહેલાથી જ આ બધી બાબત નો હિસ્સો રહી ચૂકી છે.જ્યારે આ બધુ મારા માટે બહુ જ નવું હતું. મને સૌથી વધુ ખરાબ એ વાતનું લાગ્યું હતું કે જ્યારે લોકોએ કહ્યું કે મે અર્પિતા સાથે લગ્ન પૈસા માટે અથવા અભિનેતા બનવા માટે કર્યા છે. હું અર્પિતા ને પ્રેમ કરતો હતો અને આ માટે જ મે તેની સાથે લગ્ન કર્યા છે.

આમાં સારી વાત એ હતી કે અર્પિતા આ વાતને જાણતી હતી, હું જાણતો હતો અને અમારો પરિવાર જાણતો હતો. આયુષ શર્મા એ આ અફવાઓ પર પણ વાત કરી હતી કે જેમાં કહેવામા આવ્યું હતું કે હું સલમાન ખાન ના પૈસા ઉડાવું છું અથવા મોંઘી કાર ગિફ્ટ માં લઉં છું. આના વિષે તેમણે કહ્યું હતું કે હું જ્યારે રજાઓ પર હોવ છું ત્યારે પણ મને ટ્રોલ કરવામાં આવે છે. લોકો કહે છે કે સલમાન ખાન ના પૈસા ઉડાવી રહ્યો છું.

એવી પણ ખબરો હતી કે સલમાન ખાન એ અમારા લગ્ન માં રોલ્સ રોય્સ ગિફ્ટ કરી હતી. હું આજ સુધી વિચારું છું કે તે ગાડી ક્યાં છે. તમને જણાવી દઈએ કે આયુષ શર્મા હિમાચલ પ્રદેશ ના રાજનીતિક પરિવારથી તાલલુક રાખે છે તેમના દાદા સુખરામ કેબિનેટ મંત્રી હતા, આયુષ શર્મા એ અત્યાર સુધીમાં ‘ લવયાત્રી ‘ અને ‘ અંતિમ’ ફિલ્મ માં લીડ રોલ નિભવ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *