EntertainmentTV serial

ફેમસ મેનેજર હિના લાડ અને કૌશલ જોશીના લગ્નમાં અનુપમા એ કર્યો હતો ઢાસુ ડાન્સ ! જુઓ વિડીઓ

Spread the love

નાના પડદા ના ફેમસ સિતારાઓની મેનેજર હિના લાડ એ હાલમાં જ કૌશલ જોશી સાથે લગ્ન કર્યા છે. કૌશલ જોશી શાહનાઝ ગિલ ના મેનેજર છે એવામાં જ્યારે બે પ્રખ્યાત મેનેજર ના લગ્ન હતા ત્યારે આ લગ્નમાં અનેક સિતારાઓ હાજર રહ્યા હતા. અને લગ્નમાં જાણે કોઈ સિતારાઓનો મેળો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. હવે કૌશલ અને હિના ના લગ્ન ની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

હાલમાં જ આ ભવ્ય લગ્નનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં શાહનાઝ ગિલ અને ટીવી અભિનેત્રી રૂપાળી ગાંગુલી બંને સાથે ડાન્સ કરતી જોવા મળે છે. હાલમાં જ સામે આવી રહેલા આ વિડીયો માં અમે જોઈ શકો છો કે શાહનાજ અને રૂપાલી ડાંન્સ ફ્લોર પર બહુ જ જબરદસ્ત ડાન્સ કરતાં જોવા મળે છે. આ દરમિયાન રૂપાલી એ જોશમાં આવીને શાહનાજ ને ગળે પણ લગાવી હતી. અને આ બંને એકબીજા સાથે ડાન્સ કરવામાં મશગુલ જોવા મળ્યા હતા.

આ બન્ને ના લુક ની વાત કરવામાં આવે તો બંને અભિનેત્રીએ આ પ્રસંગ માં સાડીઓ પહેરી હતી. જ્યાં શહનાજ એ આછા ફ્લાવર પ્રિન્ટ કલર ની સાડી પહેરી હતી ત્યાં જ રૂપાલી એ ઓરેન્જ બ્લાઉજ અને સાથે લાલ અને સફેદ લહેઘા માં  નજર આવી હતી. જેમાં બંને અભિનેત્રીઓ બહુ જ સુંદર લાગી રહી હતી. શાહનાજ અને રૂપાલી એ બંને એ પોતાના લૂકને પરફેક્ટ બનાવવા માટે ગાળામાં સુંદર નેકલેસ ધારણ કર્યું હતૌ.

શાહનાજ અને રૂપાલી સિવાય આ લગ્નમાં હિના ખાન, અલી ગોની, વિશાળ આદિત્ય સિંહ, જૈસમીન ભાસીન અને ભારતી સિંહ ઉપસ્થિત રહી હતી. જેમાં હિના ખાને લગ્ન માં જૂતાં છુપાઈ માં 1 લાખ રૂપિયા માંગ્યા હતા. આ વિડીયો જેવો સામે આવ્યો કે દરેક લોકો આ વિડીયો પર બહુ જ પ્રેમ વરસાવતા નજર આવી રહ્યા છે. જ્યાં ફેંસ એ કમેંટ કરી ને લખ્યું કે ‘બે દમદાર વ્યક્તિ ‘ત્યાં જ બીજા વ્યક્તિ એ લખ્યું કે ‘બહુ જ સુંદર લેડીસ’ આ બંને અભિનેત્રીઓ ના કામ ની વાત કરીયે તો શાહનાજ અને રૂપાલી બન્ને નાના પદદાની બહુ જ પ્રખ્યાત અભિનેત્રી છે.

શાહનાજે પોતાના કરિયર ની શરૂઆત પંજાબી ઈંટરટેનમેન્ટ માથી  કરી હતી જ્યાં રૂપાલી ગાંગુલી અનિલ કપૂર ની ફિલ્મ ‘સાહેબ’ માં બાલ કલાકાર તરીકે જોવા મળી હતી. જેના પછી તે સંજીવની, સારાભાઈ વર્સેસ સારાભાઈ, બા બહુ ઓર બેબી અને કહાની ઘર ઘર કી જેવા ટીવી શો ના ભાગ રહી ચૂકી છે. જો કે તેને સાચી ઓળખ તો ‘અનુપમા’ સિરિયલ દ્વારા જ મળી છે. જેમાં તે લીડ રોલ ભજવી રહી છે. ત્યાં જ શહનાજ ને રિયાલીટી શો ‘બિગ બોસ 13’ માં નેમ ફેમ મળ્યું હતું જે હવે બહુ જ જલ્દી સલમાન ખાન ની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ દ્વારા ફિલ્મોમાં કામ કરવા જય રહી છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *