TV serial

આખરે ગોપી વહુ એ તેનો શહનવાઝ શેખ મળી ગયો ! જુઓ લગ્ન ની ખાસ તસવીરો અને જાણો કોણ છે શહનવાઝ

Spread the love

સાથ નિભાના સાથીયા થી પ્રસિધ્ધ થયેલી સૌની જાણીતી ગોપી વહુ એટલે કે દેવોલિયા ભટ્ટાચાર્જી એ સોળ શણગાર સજીને ચૂપચાપ લગ્ન કર્યાની ચર્ચા હાલમાં બહુ જ જોવા મળે છે. જેમાં અભિનેત્રી દેવોલિયા એ લગ્ન ની તસ્વીરો પોસ્ટ કરી હતી તો ઘણા તસ્વીરો તેના મિત્રોએ કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર દેવોલિયા ના લગ્ન ની તસ્વીરો જબરદસ્ત વાઇરલ થઈ રહી છે જેના કારણે તેના ફેંસ ના મનમાં અનેક પ્રકાર ના પ્રશ્નો ઊભા થઇ રહયા છે.

કે દેવોલિયાનો વરરાજો છે કોણ, તે અંગે ચર્ચા થવા લાગી છે.ગઈ કાલથી દેવોલિયાના લગ્ન ની તસ્વીરો દરેક સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં તેના લગ્ન વિધિ ના તસ્વીરો પણ જોવા મળી છે. મંગલવારે અભિનેત્રી દેવોલિયા ની પીઠી કરવામાં આવી હતી. જેમાં દેવોલિયા પીળા કલર ના આઉટફિટ અને ફ્લાવર જવેલરીમાં સજ્જ થયેલી જોવા મળી હતી. સાથે જ હાથમાં તેને બંગાળી સ્ટાઈલ માં બંગડીઓ પહેરી હતી જે તેના લુક ને પરફેક્ટ કરી રહ્યું હતું.

તેની આ પીઠી ની તસ્વીરો તેના મિત્ર વિશાલ સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દેવોલિયા એ પોસ્ટ કરેલી આ તસ્વીરો માં એમ લાગી રહ્યું છે કે જાણે તેના અને વિશાલ ના લગ્ન થયા છે. પરંતુ સાચી વાત શું છે તે આવો અમે તમને જણાવી. આજે સવારે અભિનેત્રીએ પોતાની મહેંદી ની કેટલીક તસ્વીરો શેર કરતી હતી જેમાં દેવોલિયા ની મહેંદી નો રંગ જોઈ એમ લાગે કે તેના મનનો માણીગર તેને બહુ જ પ્રેમ કરે છે.

અભિનેત્રી એ હાથમાં બંગડી અને કલીર, માથામાં ટીકો, નાકમાં નથણી અને સિમ્પલ રૂપ માં સોળ શણગાર સજીને  કોર્ટ માં મેરેજ કરવા માટે પહોચી ગઈ હતી. સાથે જ કોરોના નો ડર હોય એમ અભિનેત્રીએ માસ્ક પણ પહેરી રાખ્યું હતું. સાથે જ અભિનેત્રીએ એક તસવીર એવી શેર કરી હતી જેમાં તેને એક વ્યક્તિનો હાથ પકડ્યો હતો જેમાં બંને ના હાથમાં વિટી જોવા મળી હતી જોકે આ વરરાજો કોણ છે તે અંગે આમાં જાણકારી મળી નથી.

આ સાદા લગ્ન માં અભિનેત્રી ના નજીક માંથી મિત્ર વિશાલ સિંહ એ હાજરી આપી હતી. અને અભિનેત્રીને શુભેચ્છા આપતા એક પોસ્ટ શેર કરી હતી. જેના કારણે લોકો એમ સમજી બેઠા હતા કે વિશાલે દેવોલિયા સાથે લગ્ન કર્યા છે પણ હકીકત માં આવું કઈ નથી. એક ન્યૂજ પોટેલમાં આપેલા ઇન્ટરવ્યુ માં વિશાલ સિંહે કન્ફર્મ કર્યું હતું કે દેવોલિયા એ કોર્ટ મેરેજ કર્યા છે. પરંતુ કોની સાથે એ વિષે બધા જ ચૂપી સાધી ગ્યાં છે. એક તફર જ્યાં ફેંસ દેવોલિયા ભટ્ટાચાર્યજી ને લગ્ન ની શુભેચ્છા આપી રહ્યા છે તો કેટલાક લોકો આને એક સ્ટંટ માની રહ્યા છે પરંતુ આમાં સાચી હકીકત શું છે તે કોઈ જાણતું નથી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *