Zara hatke

આવો કીસ્સો પહેલા નહિ જોયો હોય, યુવતીએ ટ્યુશન શીક્ષક સાથે લગ્ન કર્યાં અને તેના મોત પછી લાશ સાથે એવું કર્યું કે સાંભળીને હચમચી જશો..પતિના મૃતદેહ…

Spread the love

રોજબરોજ ના જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેમાં ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે તો ઘણી ઘટના સાંભળીને આપણે શોકમાં ડૂબી જતાં હોઈએ છીએ ત્યારે કાનપુરની એક એવી. દર્દનાક ઘટના સામે આવી રહી છે કે જેમાં એક પરિવારે શવ ની સાથે ૧૭ મહિના વિતાવ્યા હોય એવી વાત જાણવા મળી છે.જેનાથી પૂરા શહેરમાં સન્નાટો વ્યાપી ગયો છે.

આ ઘટના સ્વસ્થ્ય વિભાગ ની ટીમ દ્વારા બહાર આવી છે કે જેમાં જાણવા મળ્યું છે કે કાનપુર શહેરના રવતપુર ના કૃષ્ણાપુરી વિસ્તારમાં એક વ્યક્તિ ના શવ ની સાથે તેની પત્ની, માતા પિતા અને ભાઈ સહિત પૂરા પરિવાર ના લોકો દોઠ વર્ષથી રહેતાં હતાં.આ અંગેની જાણ નાતો કોઈ આસપાસના લોકો ને કે નાતો પોલીસ ને થઈ હતી.એવામાં જ્યારે આ ઘટના મીડિયા સામે આવી રહી છે તો અનેક પ્રકારની વાતો પણ સામે આવી રહી છે.ત્યાં જ મૃત્યું પામનાર વ્યક્તિ ના જીવન વિશે પણ અનેક પ્રકારના રાઝ છુપાયેલું હોય એમ જણાઈ રહ્યું છે.

૩૫ વર્ષના વિમલેશ હૈદરાબાદ માં આવકવેરા વિભાગ માં નોકરી કરી રહ્યા હતા.અને ૨૦૧૯ માં તેઓને કોઈ બીમારી હોવાથી તેઓ પોતાના ઘરે કાનપુર આવી પહોંચ્યા હતાં.જ્યાં તેમનું ૨ વર્ષ સુધી સારવાર ચાલી રહી હતી અને ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ હોસ્પિટલ માં તેમનું અવસાન થયું હતું.આમ છતા ઘરનાં સભ્યો તેમને જીવતા સમજીને ઘરે લઈ આવ્યા.અને ઘરે તેમની સારવાર કરવા લાગ્યા.આ દરમીયાન તેમની પત્ની મિતાલી પણ તેમના શવની સાથે જ રહી હતી.જાણવામાં આવી રહ્યું છે કે મૃત વીમલેશ ગૌતમ એ વર્ષો પહેલાં ટ્યુશન દરમિયાન એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો.

અને તેની સાથે જ લગ્ન કરીને જીવન પસાર કરવા લાગ્યા.પરંતુ હવે આ તૂટેલી ગ્રહસ્તી ના કિસ્સા પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.આમ તો હજુ સુધી મૃતક વિમલેષ ગૌતમ ની પત્ની મિતાલી હજુ સુધી મીડિયા સામે જોવા મળી નથી.પરંતુ તેમના પરમ અને લગન ના કિસ્સા બહું જ સામે આવી રહ્યા છે. વિમ્લેશ ગૌતમ ની પત્ની મીતલી દીક્ષિત કિડવાઈ નગરની કો ઓપરેટિંવ બેંકમાં ડેપ્યુટી મેનેજર છે મિતાલી અને વીમલેષ ના પ્રેમ લગ્ન હતા.મીડિયા સાથે વાતચીત કરતા વિમળેશ ના ભાઈ દિનેશે આ બંનેના લગ્નની પ્રેમ કહાની વિશે જણાવ્યુ હતું કે આવકવેરા વિભાગમાં નોકરી કરતા પહેલા વિમલેશ મિતાલીના ઘરે ટ્યુશન કરાવવા માટે જતો હતો.જ્યાં ટ્યુશન દરમિયાન જ બંનેની વચ્ચે સબંધ વઘ્યા અને પ્રેમ થયો.આવી સ્થિતિમાં બંનેએ તેમના પરિવારના સભ્યો સાથે બંનેના લગ્નની વાત કરી પરંતુ બંનેના પરિવારજનો આ માટે તૈયાર થયા નહિ .

આવી પરીસ્થિતિમાં મિતાલી અને વિમલેશે પરિવારના સભ્યોની મંજૂરી વિના જ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા.પરંતુ ત્યાર પછી જ્યારે બંને ના ઘરના લોકોને આ અંગેની માહિતી મળી તો તેઓ એ આ અંગે વિરોધ કર્યો અને અંતમાં ધીમે ધીમે બંને પરિવારના લોકોએ આ લગ્નને સ્વીકારી લીધા હતા.લગ્ન પછી બંનેમાં પ્રેમ હંમેશા વધતો ગયો અને તેઓ બે બાળકો ના માતા પિતા બન્યા.જેમાં ૫ વર્ષનો દીકરો અને દોઢ વર્ષની દીકરી છે.પરંતુ હવે વિમલેશ ના મોત પછી પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ.અને આમ જ્યારે એક મૃતદેહ ની સાથે પરિવારે દોઢ વર્ષ સુધી જીવન પસાર કર્યું તે વાત થી પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *