Viral videoZara hatke

મગજ હોય તો આવું હો બાકી! ટ્રાફિક પોલીસથી બચવા માટે યુવકે એવુ કામ કર્યું કે વિડીયો જોઈને તમે હસી હસી જે લોથપોથ થઇ જશો.. જુઓ વિડીયો

Spread the love

દરેક લોકોએ ટ્રાફિક નિયમ નું પણ કરવું જરૂરી છે.આ નિયમો આપણી ભલાઈ માટે જ બનાવામાં આવ્યા છે. પરંતુ ઘણા લોકો ખુલ્લેઆમ આવા નિયમોનો ભંગ કરતા હોય છે અને આવા લોકોની પાસેથી ટ્રાફિક ભંગ કર્યાનું ચલણ પણ વસુલતા હોય છે અને તેમને આ નિયમ નું પાલન કરવા માટે કહેતા હોય છે. તમે પણ જોયું જ હશે કે ઘણી જગ્યાએ ટ્રાફિક પોલીસ ની પાસે કોઈ ના કોઈ નિયમ નો ભંગ કરનાર વ્યક્તિ ઉભું જોવા જ મળી જાય છે.

ઘણીવાર પોલીસ  તેમની પાસેથી પૈસા પડાવી લેતા હોય છે તો ઘણીવાર ચલણ કાપતા હોય છે.આપણા આખા દેશભરમાં વધારે ભાગે હેલ્મેટ ના પહેરવાના કારણે પોલીસ ચલણ કાપતા હોય છે. નિયમો અનુસાર તમારે ગાડી કે સ્ફુટી ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે જો તમે આમ કરો નહિ તો પોલીસ તમારું ચલણ કાપી લેતી હોય છે. આ વાત દરેક લોકોને ખબર હોય છે આમ છતાં લોકો હેલમેટ પહેરવું પસંદ કરતા નથી

આથી જ તેઓ પોલીસ ના ચલણ થી બચવા માટે જુદા જુદા જુગાડ કરતા હોય છે. અને હવે આવો જ એક અનોખા જુગાડ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી આવ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક હોંશિયાર વ્યક્તિ ના શાનદાર જુગાડ નો વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહ્યો છે જે જોઈને લોકો પોતાની હસી રોકી શક્યા નથી. આ વાઇરલ થઇ રહેલ વિડીયો માં તમે જોઈ શકો કે એક વ્યક્તિ બન્ધ સ્કૂટી લઈને કૈક જય રહ્યો છે. તેની પાસે હેલ્મેટ નથી. ત્યારે જ તે જોવે છે કે પોલીસ ટ્રાફિક સિગ્નલ પાસે ઉભી છે અને ચેકીંગ કરી રહી છે

અને જો પોલીસ તેને હેલ્મેટ વિના જોવે તો તેની પાસેથી ચલણ ના પૈસા વસુલ કરે. એવામાં આ વ્યક્તિ નું મગજ ચાચા ચૌધરી જી જેમ ચાલે છે અને તે કૈક આવું કરે છે કે પોલીસ ની આંખો ની સામેથી બિન્દાસ્ત પોતાની સ્કૂટી લઈને ચાલ્યો જાય છે. અને એ પણ કોઈ ચલણ ભર્યા વિના. વાસ્તવમાં આ વ્યક્તિ જેવા પોલીસ ને જુવે છે કે તે તરત જ સ્કૂટી પરથી નીચે ઉતારી જાય છે અને ગાડીને દોરવા લાગી જાય છે કે જાને ગાડી બંધ થઇ ગઈ હોય એમ દેખાવ કરે છે.

અને આમ તે પોલીસ ની સામેથી જ વગર હેલ્મેટ માં સરળતાથી સ્કૂટી દોરાવીને ચાલ્યો જાય છે. પરંતુ જેવો એપોલીસ ની નજર થી થોડો દૂર પહોંચે છે કે તરત જ તે ગાડી શરુ ડે છે અને ગાડી પાર સવાર થઈને આરામથી જતો રહે છે. અને આ હરકત ત્યાંથી પસાર થઇ રહેલ એક બ્લોગ બનાવતા વ્યક્તિએ પોતાના કેમેરા માં કેદ કર્યો છે જે વિડીયો હવે સોશિયલ ઈંડિયા પર લોકોને હસાવાનું કામ કરી રહ્યો છે. આ વીડિયોને ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *