NationalZara hatke

હરિદ્વાર જાવ તો ‘હર કી પૌડી’ ઘાટ જોવા માટે અશ્ય જજો, તેનું મહત્વ એટલું બધું છે કે એકવાર ત્યાં જવાથી….જાણો

Spread the love

આમ તો ભારતમાં ઘણા  હરવા ફરવાના અને પૌરાણિક સ્થળો જોવા મળી જાય છે જે પોતાની  પ્રાચીન  ઘટનાઓ ને લઈને આજે પ્રસિધ્ધ થઈ ગ્યાં છે. એવામાં હાલમાં ઘણા લોકો ભારતના પ્રખ્યાત એવા ઉતરાંચલ રાજ્યમાં આવેલ હરિદ્વારમાં મહાદેવના દર્શન કરવાં માટે આવતા હોય છે.  ભારતના ઉતરાંચલ રાજય ના પ્રાચીન શહેર હરિદ્વાર માં ગંગા નદીના તટ પર એક ઘાટ હર કી પૌડી છે.

હર કી પૌડી નામનો શાબ્દિક અર્થ થાય છે કે ભગવાન શિવ ના કદમ . તમને જણાવી દઈએ કે હિન્દુ પંથ ના બે શક્તિશાળી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એ વૈદિક કાળ દરમિયાન હર કી પૌડી માં બ્રહમકુંડ ની જપ્તી કરી હતી. ભગવાન વિષ્ણુ ના એક મોટા પદચિન્હ વાળા એક પથ્થર ની દીવાલ આ હકીકત ની સાબુતી આપે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હર કી પૌડી એ સ્થાન છે

કે જ્યાં વિશ્વ પ્રસિધ્ધ કુંભ મેળાનું આયોજન દર બાર વર્ષમાં થાય છે. અને અર્ધ કુંભ મેળાનું આયોજન દર 6 વર્ષે થાય છે. હરિદ્વાર ને પૃથ્વી ના એ ચાર સ્થાનોમાનું એક માનવામાં આવે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ ના આકાશીય પક્ષી અને વાહન ગરુડ દ્વારા કુંભ એટ્લે કે ઘડા માથી ભૂલમાં અમ્રુત ની થોડી બુંદો છલકાઈ ગઈ હતી.

લાખો ભક્તો આ ઘટનાને લઈને હરિદ્વારમાં આવી છે અને પાણીમાં ડૂબકી લગાવે છે. ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી દરેક સંચિત પાપો માથી મુક્તિ મળી જાય છે અને આત્મા શુધ્ધ થઈ જાય છે. જે લોકોને અહી ડૂબકી લગાવાનું શૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેઓ પોતાના અસ્તિત્વ માથી નીકળતી એક નવી આધ્યાત્મિક ઉર્જા થી ઉત્સાહિત થઈ જાય છે. જણાવી દઈએ કે હર કી પૌડી થી માત્ર 2 કિલોમીટર દૂર મનસા દેવી મંદિર નામનું એક મંદિર આવેલ છે.

જ્યાં તમે રિક્ષામાં અથવા ચાલતા પણ ત્યાં જય શકો છો. આ સાથે જ હરકી પૌડી ની એક વિપરીત દિશામાં એક ભગવાન શિવની મોટી મુતિ પણ જોવા લાયક છે જેના દર્શન કરતા ઘણા લોકો ધન્ય અનુભવતા હોય છે.આમ તો હરિદ્વાર માં ઘણી એવી જગ્યાઓ જોવા મળી જાય છે કે જેની કોઈના કોઈ પૌરાણિક વાતો સામે આવતી હોય છે જે સાંભળ્યા બાદ ત્યાના દર્શન ની જંખના દરેક લોકોમાં વધી જતી હોય છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *