Just nowNational

કડીમાં ફક્ત 11 માસનો દીકરો માતા વિહોણો બન્યો ! બેફામ ટ્રક ચાલકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને પાછળથી ટક્કર…ધ્રુજી જશો

Spread the love

રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે તે આપણને આખું જીવનભર રડવા પર મજબૂર કરી દેતી હોય છે. હાલમાં રસ્તા પરના અકસ્માતો એટલા વધી રહ્યા છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે જેમાં ઘણીવાર વાહન ચાલકોની બેદરકારીના કારણે પન આવા ભયંકર અકસ્માતો સર્જાતા હોય છે .

ત્યારે કડી તાલુકાનાં નંદાસણ ગામમાં કોન્સટેબલ મહિલા જ્યારે એક્ટિવા લઈને જય રહી હતી ત્યારે પાછળ થી ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી જેનાથી આ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું અવસાન થયું હતું જેમાં 11 માસનો દીકરો માં વિનાનો નાદાર બન્યો છે. ઘટના કઈક એમ બની હતી કે કડીના નંદસાણ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતી મહિલા કોન્સટેબલ જ્યારે પોતાના પિયર વામજ એક્ટિવા લઈને જય રહી હતી ત્યારે અચાનક રાજપુર પાટિયા નજીક એક પાછળથી આવતા ટ્રક ચાલકે ટક્કર મારી દીધી હતી જેના કારણે આ મહિલા કોન્સટેબલ નું ઘટના સ્થળે જ દુખદ અવસાન થયું હતું .

આ મહિલાનું નામ આશબેન રબારી હતું કે જ વામજ ગામના વાતની છે. જેમના લગ્ન હજુ દોઢેક વર્ષ પહેલા જ અંબાસણ ગામના રાજુભાઇ રબારી સાથે રીત રિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા અને 1016-17 માં જ તેઓ પોલીસ ની નોકરી માં જોડાયા હતા. જ્યાં આશરે દોઢ મહિના પહેલા જ તેમની બદલી કડી ખાતે થઈ હતી અને આથી તેઓ નંદાસન ગામની પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા. આમ તો આશાબેન અંબાસણ ખાતે જ રહેતા હતા પરંતુ તેમના માતાની તબિયત સારી ના હોવાથી તેઓ છેલ્લા 4 દિવસથી વામજ ખાતે પોતાના દીકરા સાથે રહેવા માટે ગ્યાં હતા.

બુધવારે જ્યારે તેઓ પોતાની ફરજ પૂરું કરી પોતાના પિયર પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક કડી ના રાજપુર ગામના પાટિયા થી છત્રાલ તરફ તેઓ એક્ટિવા પર જય રહ્યા હતા ત્યારે પાછળથી એક ટ્રકે ટક્કર મારી દીધી હતી જેના કારણે આશાબેન નો ગમખ્વાર અકસ્માત નદી ગયો હતો અને તેઓ રોડ ઉપર પછડાયા હતા . આ ઘટના બનતા જ આસપાસ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને આથી પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી જેનાથી બાદમાં તેમના પતિ રાજુભાઈને અને પરિવારના લોકોને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.

ત્યાર પછી આશાબેન ને નદાસન ના સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું જેમાં 11 માસ ના માસુમે પોતાની માને ગુમાવી હતી. આમ માતાના કરૂણ અવસાન થી 11 માસનો દીકરો વેદ માતા વિનાનો નોંધારો બની ગયો છે. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આમ એક પોલીસ કોન્સટેબલ નું કરૂણ મોત થતાં પોલીસ કાફલા માં શોક નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

આજે સવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, આઈ.આર દેસાઈ ડી.વાય.એસ.પી, નંદાસણ PI આર. જે ધડુક કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર પટેલ લોંધણજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ એસ.બી ઝાલા સહિત વિવિધ તાલુકા તેમજ શહેરના પોલીસ કર્મીઓ આશાબેન ના પિયર વામજ ખાતે પહોંચી ગયા હતા. અને મહિલા કોન્સટેબલ ને ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *