Entertainment

કીયારા અડવાણીએ લગ્ન બાદ પહેલીવાર ખરીદી આટલી મોંઘી કાર, 2.69 કરોડ ની મર્સિડિઝ કાર ની સાથે અભિનેત્રી લાગી ખૂબસૂરત….

Spread the love

અભિનેત્રી કીયરા અડવાણી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ ના કારણે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે.અને હાલમાં અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બહુ જ સરસ રીતે જીવી રહી છે. ફેબ્રુઆરી 2023 માં અભિનેત્રી કિયારા અડવાણી એ પોતાના જીવનના પ્રેમ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.ત્યાં જ તેની પાસે આજે ઘણી ફિલ્મો ની લીસ્ટ જોવા મળી આવે છે.આ વચ્ચે અભિનેત્રી એ એક નવી લક્ઝરી કાર ખરીદી છે. ‘સત્ય પ્રેમ કી કથા ‘ સ્ટાર કીયારા અડવાણી એ 30 મે 2023 ના રોજ પોતાની નવી લક્ઝરી કાર માં મુંબઇ ના એક ડબિંગ સ્ટુડિયો માં જતા જોવા મળી રહી છે.

તેમને એક બ્લેક કલરની ‘ મર્સિડિઝ મેબૈક’ થી બહાર નીકળતી અને ડબિંગ સ્ટુડિયો માં જતી નજર આવી હતી. રીપોર્ટ પ્રમાણે આ લક્ઝરીયસ કારની કિંમત 2.69 કરોડ રૂપિયા છે.એવું લાગી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગન કર્યા બાદ અભિનેત્રી કીયારા ની આ પહેલી મોટી ખરીદારી છે.આ સપોર્ટ દરમિયાન કિયારા એ એક કેજ્યુઅલ આઉટફિટ માં નજર આવી હતી. વધતા તાપમાન ને ધ્યાન માં રાખીને અભિનેત્રી કિયારા અડવાણી એ સફેદ ટ્રેક ટોપ અને મેચિંગ શ્રગ ની સાથે પ્રિન્ટેડ પેન્ટ પહેર્યું હતું.

Bollywoodshaadis.com

કિયારા એ પોતાના વાળને પોની સ્ટાઈલમાં બાંધેલા હતા.આ સાથે જ મેકઅપ વગર પણ તે બહુ જ સુંદર લાગી રહી છે.જો કામની વાત કરવામાં આવે તો કિયારા પોતાની આવનારી ફિલ્મ’ સત્ય પ્રેમ કી કથા ‘ માં વ્યસ્ત છે.ફિલ્મ ભુલ ભુલૈયા ૨ ની સફળતા બાદ કાર્તિક આર્યન સાથે તેમની આ બીજી ફિલ્મ છે.ફિલ્મની શૂટિંગ પહેલા જ પૂરી થઈ ગઈ છે અને પોસ્ટ પ્રોડક્શન નું કામ ચાલી રહ્યું છે. સમીર વિંદવાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ નું પહેલું ગીત રીલીઝ થઈ ગયું છે.ગીતનું નામ ‘ નસીબ સે ‘ છે અને તેના પર્સંસકો વખાણ કરી રહ્યા છે.

Bollywoodshaadis.com
Bollywoodshaadis.com
Bollywoodshaadis.com

કિયારા અને કાર્તિક સિવાય આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક કપૂર, ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંધેરિયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, નિર્મિત સાવંત અને શિખા તલસાનિયા પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 29 જૂન 2023ના રોજ સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવશે. આના સિવાય કિયારા ની રામ ચરણ ની સાથે એક તેલુગુ ફિલ્મ પણ આવશે.ફિલ્મનું નામ ગેમ ચેંજર છે.અને આ RRR સ્ટારની સાથે તેમની બીજી ફિલ્મ છે.તેણે પહેલા ‘વિનય વિદ્યા રામા’માં અભિનય કર્યો હતો જે વર્ષ 2019 માં રીલીઝ થઇ હતી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *