Gujarat

ગુજરાતમાં મેઘરાજા કરશે ભારે ગર્જના! હવામાન વિભાગે વરસાદને લઈને આ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું, જાણો ક્યાં વરસાદ થશે….

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

હાલમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે ગાજવીજ અને કરા પણ વરસી શકે છે.

મધ્ય ગુજરાતમાં હજુ સુધી સારા વરસાદ થયા નથી. પરંતુ હવામાન વિભાગે આગામી બે દિવસમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. જેને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરમેન વોર્નિંગ જાહેર કર્યું છે.માછીમારોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે.આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *