Viral video

પાવર સ્લેપ ની રમતમાં રોબોટ સાથે પંગો લેવો આ વ્યક્તિને એવો ભારે પડ્યો કે તે આખું જીવન નહિ ભૂલી શકે….જુવો શું થયું

Spread the love

લોકો મનોરંજન માટે ઘણા પ્રકારની ગેમ રમવાનું પસંદ કરતાં હોય છે.એમાથી જ એક નામ ‘ પાવર સ્લેપ ‘ પણ છે. જેમાં બે લોકો એકબીજાને લાફા મારતા જોવા નજર આવે છે જેમાં કોનો લાફો વધારે ભારે છે .એ જોવામાં આવતું હોય છે.  ગામડા ઓથી લઈને શહેરો સુધીમાં ઘણા લોકો આ રમત રમવી પસંદ કરતાં હોય છે. આ રમત  બહુ જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે તે બાબત જાણતા હોવા છતાં લોકો આ રમત માં ભાગ લેતા હોય છે.

ત્યારે હાલમાં આ રમત ને લઈને જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે  જે ઇન્ટરનેટ ની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને સાથે જ આ વિડીયો જોયા બાદ લોકો હોશ ખોઈ રહ્યા છે. આ વિડિયોમાં એક વ્યક્તિ ‘ પાવર સ્લેપ ‘ ના માટે રોબટ  ની સાથે મેદાનમાં ઊતરતો નજર આવી રહ્યો છે. આ નજારો જોવા માટે બહુ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ખતરાઓથી બચવા માટે થોડા લોકો પણ સ્ટેજ પર ઉપસ્થિત છે.

આગળ આ વિડિયોમાં જે નજારો જોવા મળી રહ્યો છે તે દરેક લોકોને અંદરથી હલાવી રહ્યો છે અને ભાન ભુલાવી રહ્યો છે. વાઇરલ થઈ રહેલ વિડિયોમાં જોઈ શકો છો કે કોઈ ટીવી શો છે અને ત્યાં બહુ જ મોટા પ્રમાણ માં દર્શકો આવી પહોચ્યા છે સામાન્ય રીતે ‘ પાવર સ્લેપ ‘ બે લોકો ની વચ્ચેની રમત છે. પરંતુ આમાં વ્યક્તિની સાથે રોબોટ મેદાનમાં ઉતર્યું છે. પહેલા વ્યક્તિ તૈયારી કરે છે અને જોરદાર લાફો રોબોટ ને મારે છે.

લાફો પડતાં જ રોબટ  થોડો લડખડાઈ જાય છે અને જમીન પર પડી જાય છે. થોડી સેકંડો  પછી પોતાનો વારો આવતા રોબોટ ઊભો થઈ જાય છે. ત્યાર પછી આ વ્યક્તિ ના ગાલનું નિશાન લઈને તેને એક જોરદાર લાફો જિકિ દેય છે. રોબોટ નો લાફો વ્યક્તિના ગાલે પડતાં જ તે વ્યક્તિ ખરાબ રીતે આખો હલ્લી જાય છે,માલૂમ થઈ રહ્યું છે કે જાણે રોબોટ ના એક લાફાએ આ વ્યક્તિ ને થોડા સમય માટે સુન્ન કરી દીધો છે.

બંન્ને વચ્ચે થયેલ આ રમત ને દ્રશકો એ બહુ જ એન્જોય કરી. હાલમાં તો આ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવયો છે જે વિડીયો જોઈને ભલભલા લોકો ના સ્વાસ અધ્ધર થઈ ગ્યાં છે. આ વિડિયોના કેપસનમાં લખવામાં આવ્યું છે કે મને લાગી રહ્યું છે કે આ એઆઈ રોબટ ને પાવર સ્લેપ માં જોડવાનો સમય આવી ગયો છે. હાલમાં તો આ વિડીયો ઇન્ટરનેટ ની દુનિયામાં આગ ની જેમ વાઇરલ થઈ રહ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *