Entertainment

OTT ર ધૂમ મચાવ્યા બાદ શું હવે હોલીવુડ ફિલ્મમાં કામ કરશે અલી ફઝલ ? આ ખબર આવી સામે

Spread the love

અલી ફઝલે પોતાના દમદાર અભિનયથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે. વેબ સિરીઝ મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયા તરીકે અલી ફઝલે લોકોને ખૂબ એન્ટરટેઈન કર્યા હતા.

બોલિવૂડ અને ઓટીટીમાં ધૂમ મચાવ્યા બાદ તેણે હોલીવુડની ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો. ડિરેક્ટર રિક રોમન વોની ‘કંદહાર’માં અલી ફઝલે ખાસ ભૂમિકા ભજવી હતી.

હોલીવુડ ફિલ્મ કંદહારમાં પોતાનો ચાર્મ ફેલાવ્યા બાદ હવે અલી આ ફિલ્મની સિક્વલમાં કામ કરવા જઈ રહ્યો છે. પ્રથમ ભારતીય અભિનેતા

અહેવાલો અનુસાર, આ સાથે અલી આંતરરાષ્ટ્રીય એક્શન ફિલ્મની ફ્રેન્ચાઇઝી કરનાર પ્રથમ ભારતીય સ્ટાર બની ગયો છે.


કંદહાર એક જાસૂસી થ્રિલર ફિલ્મ હતી જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તેની સિક્વલના સમાચાર બાદ ચાહકો ફિલ્મ કંદહારની સિક્વલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ફિલ્મના નિર્માતા ગેરાર્ડ બટલર હતા, જેમણે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ટ્રેવિસ ફિમેલ, નવીદ નેગાહબાન, બહાદોર ફોલાડી, માર્ક આર્નોલ્ડ પણ ફિલ્મનો ભાગ હતા, ગેરાર્ડ બટલર


અલી ફઝલે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત અમેરિકન અંગ્રેજી ડ્રામા શોર્ટ ફિલ્મ ‘ધ અધર એન્ડ ઓફ ધ લાઇન’માં નાની ભૂમિકાથી કરી હતી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *