UncategorizedViral video

જયારે એક માણસે વાંદરાને પોતાનું એઠું કેળું ખાવા આપ્યું તો વાંદરાએ ચહેરાના એવા હાવભાવ રજુ કર્યુ કે તમે તે જોઈને હસી કંટ્રોલ નહિ કરી શકો… જુવો વિડિઓ

Spread the love

આમ તો વાંદરાની દરેક પ્રજાતિ ફળ અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે. એની સાથે એ પણ માનવામાં આવે છે કે વાંદરાઓને ફળોમાં સૌથી વધારે કેળા બહુ જ પ્રિય હોય છે.અને તેઓ કેળા ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. તેઓ કોઈ પણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું ભોજન તરત જ હડપી લેતા હોય છે. પરંતુ અત્યારે અમે એક એવો  વિડીયો લઈને આવ્યા છીએ કે જે તમારી ધારણા જ બદલી નાખશે. કેમકે આ વીડિયોમાં વાંદરા એ ભોજનને લઈને એવા ચહેરાના હાવભાવ રજુ કરયા છે કે તે જોઈને દરેક લોકો હેરાન રહી ગયા છે.

સોશિયલ  મીડિયા પર વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો અગાશીના કિનારે બેઠો નજર આવી રહ્યો છે. આ વચ્ચે જ કોઈ તે વાંદરાને એક કેળું ફોલીને આપે છે. પરંતુ તે કેળું તે વ્યક્તિએ અડધું ખાઈને આપેલું હોય છે એટલે કે તે કેળું એઠું હોય છે.આમાં નવાઈ પામવાનું છે શું એ તમને થશે, પણ આમાં થાઇ છે એવું કે જે જોઈને દરેક લોકો હેરાન રહી ગયા છે. આ વાંદરો આ એઠું કેળું જોઈને એવી અનોખી રીતે પોતાનો ગુસ્સો દર્શાવે છે કે તે જ જોવાની બાબત ખાસ થઇ જાય છે. જ્યારે તે વ્યક્તિ પોતાનું અડધું ખાધેલ કેળું વાંદરાને આપે છે ત્યારે વાંદરો તે વ્યક્તિ ની બાજુ પોતાની નજર ફેરવે છે અને ગુસ્સાથી જોવા લાગે છે.

અને આમ વાંદરો તે વ્યક્તિને એક શકની નજરથી જોવા લાગે છે.આના થોડા સમય બાદ ફરી વાંદરો તે અડધા ખાધેલ કેળાની સામે મોં મચકોડે છે અને તે ફરી વ્યક્તિની સામું ગુસ્સા ભરેલ નજરે જોવા લાગી જાય છે. આ વાંદરો એવી રીતે તે વ્યક્તિની સામું જોઈ રહ્યો છે કે જાણે  તે વ્યક્તિએ કોઈ બહુ જ મોટો અપરાધ કરી લીધો હોય, અને આ વાંદરા ના હાવભાવ જ કેમેરામાં કેદ થઇ જાય છે જેનો વિડીયો જોઈને હાલમાં લોકો હેરાન થઇ રહયા છે,આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં આ વાંદરાના હાવભાવ જોઈને પોતાની હસી રોકી શક્યા નથી.

ઘણા લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવ્યો છે ઘણા લોકોએ આ વાંદરા ના ચહેરાના હાવભાવ ના વખાણ કર્યા છે. આ વિડીયો જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા પણ આપી રહયા છે જેમાં એક યુઝરે લખ્યું કે વાંદરા ને કેળા બહુ જ પસંદ હોય છે અને જો કોઈ તેમના પસંદગીના ખોરાક ને લઈને ચીડવે તો તેઓ પણ મસ્તી કરવાથી પાછા નથી આવતા. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું કે વાંદરો એમ વિચારી  રહ્યો હશે કે હું ડઝન ભર કેળા ખાતો હતો અને તું મને માત્ર એક છાલ આપી રહ્યો છે. આમ લોકો હાલમાં તો આ વિડીયો જોઈને મનોરંજન મેળવી રહયા છે. અને આ વાંદરા ના હાવભાવ જોઈને હસી રહયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *