EntertainmentJust now

ટીવી ઇન્ડસ્ટ્રીમાં છવાયો માતમ નો માહોલ, એક્ટર આદિત્ય સિંહ રાજપૂત નું થયું રહસ્યમયી અવસાન… બાથરૂમની અંદર …જાણો

Spread the love

હાલમાં બૉલીવુડ અને ટીવી જગતમાંથી એક બહુ જ દુઃખદ સમાચાર સામે આવી રહયા છે. જ્યા નાની વયના અભિનેતા ની લાશ બાથરૂમમાંથી મળી આવે છે. જી હા પોપ્યુલર અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્ય સિંહ રાજપૂત નું અવસાન થઇ ગયું છે. તેમનું અવસાન બહુ ન રહસ્યમયી રીતે થયું છે. સોમવારે 22 મેં ના રોજ તેઓ પોતાના ઘરના બાથરૂમ ની અંદર મૃત અવસ્થામાં જોવા મળી આવ્યા હતા.

મિત્રો અને બિલ્ડિંગના વોચમેન તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાના ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ખબરો અનુસાર અભિનેતા નું અવસાન ડ્રગ્સ ના ઓવરડોઝ ના કારણે થયા હોવાનું બની શકે છે. આદિત્ય સિંહ રાજપૂત ઇન્ડસ્ટ્રી ના બહુ જ જાણીતા સ્ટાર હતા. તેમને પોતાના કરિયર ની શરૂઆત એક મોડલના રૂપમાં કરી હતી. જેના પછી તેઓએ ઘણી સિરિયલો અને ફિલ્મો માં પણ કામ કર્યું. એક્ટિંગ કરવાની સાથે સાથે તેઓએ પોતાનું બ્રાન્ડ પૉપ ક્લચર પણ શરુ કર્યું હતું.

આ બ્રાન્ડના કારણે તેઓ એક કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. તેમને ઘણા અભિનીતા અને અભિનેત્રીઓ ને ઇન્ડસ્ટ્રી માં લોન્ચ કર્યા હતા. અભિનેતા નું અચાનક થવાથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને બહુ જ મોટો ઝટકો લાગી આવ્યો છે. આ ખબર પર ઘણા લોકોનો વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ ગયો છે. દિલ્લીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂત નું મોડેલિંગ કરિયર બહુ જ સારું ચાલી રહ્યું હતું. તેમને ‘ મેને ગાંધી કો નહિ મારા ‘ જેવી ફિલ્મો માં કામ કર્યું હતું.

આના સિવાય તેમને 300 થી વધારે ટીવી જાહેરાત માં કામ કર્યું છે. આદિત્ય સિંહ રાજપૂત ને સ્પિલટ્સવિલા માં પણ જોવામાં આવ્યા હતા. આદિત્ય એ પોતાના કરિયર ની શરૂઆત 17 વર્ષની નાની ઉંમરમાં કરી હતી. અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત નો જન્મ અને પરવરીશ દિલ્લીમાં થઇ હતી જ્યારે આદિત્ય નો પરિવાર ઉત્તરાખંડ થી હતો. હાલમાં તો નાની ઉંમરમાં અવસાન પામેલ અભિનેતા આદિત્ય સિંહ ના અવસાન સમાચાર સાંભળીને આખું ફિલ્મી જગત શોકમાં જોવા મળી આવ્યું છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *