Viral videoZara hatke

નાની નો મેકઅપ કરવા આવેલી પાર્લરવાળી યુવતીને નાનીએ એવી વાત કહી દીધી કે વીડિયો જોઈ તમે પણ હસી પડશો..જુવો વીડિયો

Spread the love

દરેક લોકોના માટે લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે જેમાં  પરિવાર, સંબંધીઓ અને મિત્રો સહિત દરેક વ્યક્તિ પોતાને સુંદર દેખાડવા  માંગે છે. આ દરમિયાન મહિલાઓ માટે માત્ર પોશાક જ નહીં પરંતુ મેકઅપ ને પણ ખૂબ જ મહત્વ આપતી હોય છે. લગ્નના દિવસે મેકઅપ આર્ટિસ્ટની ઘણી ડિમાન્ડ હોય છે. ઘરે જઈને આ કલાકાર માત્ર દુલ્હન માટે જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોનો પણ મેકઅપ કરે છે. અને આ માટે જ લગ્નમાં આવેલા દરેક વ્યક્તિ  પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે મેકઅપ આર્ટિસ્ટની આસપાસ ફરતો રહે છે.

હાલમાં આવા જ એક મેકઅપ આર્ટિસ્ટના ક્લાઈન્ટ એક નાણાઈ જોવા મળ્યા છે જેમણૂ વિડીયો હાલમાં બહુ  વાઇરલ થઈ રહ્યો છે. આ નાની મેક-અપ આર્ટિસ્ટ સાથે તેની બહુ જ સરળ રીતે ક્યૂટનેસ સાથે વાત કરતાં જોવા મળે છે જે જોઈ દરેક લોકો આ નાની ના વખાણ કરી રહયા છે તો ઘણા નાની ની વાત ને ક્યૂટ જણાવી આનંદ મેળવી રહ્યા છે.

એક સુંદર વૃદ્ધ મહિલા જેને લગ્નમાં લોકો નાની-નાની કહે છે. મેક-અપ આર્ટિસ્ટ સાથેનો તેનો  વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી  રહ્યો છે. દિલ્હીની મેક-અપ આર્ટિસ્ટ જસ્મીન કૌરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં લખ્યું છે કે મેકઅપ પછી તેની પ્રતિક્રિયા સાંભળો. આટલા પ્રેમથી આશીર્વાદ આપનારા આવા સુંદર ગ્રાહકો શોધવા મુશ્કેલ છે.

આ  વિડિયો પર એક લખાણ જોઈ  શકાય છે, જેમાં લખ્યું છે મારા પ્રિય ગ્રાહક નાનીજી. વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ સકાય છે કે નાની મેક-અપ આર્ટિસ્ટને અત્યંત મિનિમલ અને હળવો મેક-અપ કરવાની વિનંતી કરે છે.ક્લિપની શરૂઆતમાં મેક-અપ આર્ટિસ્ટ ભારે લહેંગા અને જ્વેલરીમાં સજ્જ નાનીને પૂછે છે કે તે કેવો મેક-અપ અજમાવવા માંગે છે.

જેના જવાબમાં નાની કહે છે કે મારે બહુ નથી જોઈતું, બસ થોડો હળવો મેકઅપ કરી આપો. હું તેના વિના ખૂબ જ સારી લાગુ છું. ત્યારે બીજી મહિલા કહે છે કે તે મેકઅપ વિના પણ તમે  સુંદર છો તો તેના જવાબમાં નાની  હા પાડી રહ્યા છે.  મેક-અપ કર્યા બાદ મહિલાને ‘કાજલ તો લગા મેરે કો’ કહેતી સાંભળવા મળે છે. આ પછી નાનીએ મેક-અપ આર્ટિસ્ટના ગાલ પર એક  ચુંબન કર્યું અને તેને ગળે લગાડી લે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં અનેક લોકો જોઈ ચૂક્યા છે જેમાં લાખો  લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by JASMEEN KAUR (@jasmeenkaurmakeovers)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *