EntertainmentJust now

પ્રેગ્નન્ટ ઈશિતા દત્તાએ કરી ગૃહ પ્રવેશ પૂજા, સિલ્ક સાડીમાં દેખાઈ બહુ જ સુંદર …. જુવો તસ્વીરો

Spread the love

ગર્ભવતી અભિનેત્રી ઈશા દત્તા અને તેના પતિ વત્સલ સેઠ હાલમાં જીવન ના ખૂબસૂરત શ્રણ ને જીવી રહ્યા છે. આ લવલી કપલ હાલમાં માતા પિતા બનવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે અને હાલમાં ખુશીથી જીવન જીવી રહ્યા છે. આના સિવાય થનાર માતા પિતા પોતાની પ્રેગ્નેન્સી જર્ની ને એન્જોય કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઈશિતા અને વત્સલ એ 28 નવેમ્બર 2017 ના રોજ જુહુ ના ઇસ્કોન મંદિર માં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા અને બંને ના લગ્ન ના પાંચ વર્ષ પછી માર્ચ 2023 માં આ ખુશખબરી  ની જાહેરાત કરી છે.

29 મે 2023 એ ઈશિતા દત્તા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના નવા ઘરના ગૃહ પ્રવેશ સમારોહ નો એક પ્યારો વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં થનારી માતા પોતાના ખાસ દિવસ ને લઈને તૈયારીઓ કરતી જોવા મળી રહી છે. પુજા સમારોહ માટે ઈશિતા દત્તા એ લાઇટ ગ્રીન કલર ની રેશમી સાડી  પહેરી હતી જેના પર ગોલ્ડન પ્રિન્ટ હતી. આ સાથે જ તેને મેચિંગ બ્લાઉજ પહેર્યું હતું. એક ગોલ્ડન નેકલેસ, એરિંગ્સ, હેવી મેકઅપ , કડા, એક બિંદી અને મંગલસૂત્ર સાથે ઈશિતા બહુ જ સુંદર લાગી રહી હતી

અને આ સાથે જ તેનો પ્રેગ્નેન્સી ગ્લો પણ તેની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. આ વિડીયો શેર કરતાં સાથે થનારી માતાએ લખ્યું કે એક નવી શરૂઆત… આ વિડિયોમાં ઈશિતા ની સાથે પતિ વત્સલ ના માતા પિતા પણ નજર આવ્યા હતા. તેના પિતા ધારીદાર કુર્તામાં સજ્જ હતા જ્યારે ઈશિતા ની સાસુ પિન્ક કલર ની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી હતી. આ વિડિયોમાં થનારી  માતા નવા ઘરમાં પૂજા કરતી નજર આવી રહી છે. આ સાથે જ તે પોતાની રસોઈ માં કળશ પણ રાખી રહી છે.

જેને હિન્દુ રસમો અનુસાર શુભ માનવામાં આવે છે. આ સાથે જ અભિનેત્રી એ પોતાના વ્હાઇટ કલરના ઘરની એક જલક પણ દેખાડી હતી જેમાં બેજ કલર ના લાકડાનું કામકાજ કરવામાં આવ્યું હતું જે બહુ જ સુંદર લાગી રહ્યું હતું. અગાઉ 20 મે 2023 એ ઈશિતા દત્તા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર પોતાના મેટરનીટી ફોટોશૂટ ની ઘણી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેને પર્પલ કલર ની ડ્રેસ પહેરી હતી અને કેમેરામાં પોઝ આપતા પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરી રહી હતી. આ ડ્રેસ સાથે ઈશિતા એ કોંટ્રાસ્ટિંગ શિયર સ્ટોલ પણ પહેરી હતી. જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. આ સાથે જ તેને મિનિમમ મેકઅપ અને ખુલ્લા વાળમાં પોતાને તૈયાર કરી હતી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *