EntertainmentGujarat

રબારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારી પહોંચ્યા, આ દેશના પ્રવાસે! વિદેશની ધરતી પર ગરબાની રમઝટ બોલાવશે…..જાણો ક્યાં ને ક્યારે…

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ વિદેશમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે, ત્યારૅ હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારી ઑસ્ટ્રલિયાના સિડની સીટીમાં ગરબા ઈવેન્ટ્સ કરવા માટે પહોંચ્યા છે. હાલમાં જ ગીતાબેન રબારી સોશિયલ મીડિયાના માધ્યમથી સિડનીમાં લેન્ડ થયા બાદની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરો લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સિડની સીટીમાં પ્રિ નિવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે તેમને ટૂંકમાં માહિતી સોંશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે.સિડનીના લોકો, ધમાલ માટે તૈયાર થાઓ! ગીતાબેન રબારી લાવી રહ્યા છે છોગાડા રે ના સૂર!!

ગુજરાતી જાલસો ઈવેન્ટ્સ, વિયા ઈમ્પોર્ટ્સ પ્ટાય લી. ટી/એ પેકવેલ ઓસ્ટ્રેલિયા અને વિક્ટરી ગ્રુપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે “ છોગાડા રે નવરાત્રી ૨૦૨૪” ગીતાબેન રબારી દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ.

નવરાત્રી પહેલાની આ સિઝનમાં સૌથી ટ્રેન્ડિંગ ફોક ગરબાનો અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ!

તારીખ: શુક્રવાર, ૨૮મી જૂન
સમય: સાંજે ૭ વાગ્યે (7 PM)
સ્થળ: વ્હીટલેમ લેઝર સેન્ટર
આવનાર આ રોમાંચક રાત્રીને ચુકી ન જતા.

અત્યારે જ ટિકિટ બુક કરાવો! ટિકિટ ક્યાંથી મળશે તે માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

ખરેખર ગીતાબેન રબારીના જેટલા પણ વખાણ આપણે કરીએ એટલા ઓછા છે, આજે તેઓ દેશ વિદેશમાં આપણી પંરપરા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. જે ખુબ જ વખાણવા લાયક વાત છે. હવે ટૂંક જ સમયમાં ઑસ્ટ્રલિયામાં પણ ગુજરાતી ગરબાની રમઝટ બોલશે. આ પહેલા પણ ગીતાબેન રબારી પૃથ્વી રબારી સાથે ઑસ્ટ્રલિયાના પ્રવાસ પર ગયા હતા અને ફરી એકવાર તેમને સિડની સીટીની મુલાકાત લઇને ખાસ તસવીરો શેર કરી છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *