Entertainment

પિતા બન્યા બાદ આ એક વાત નો ખુબ અફસોસ કરી રહ્યો છે રણબીર કપુર ! કહ્યુ કે “મારી દીકરી ની ઉમર 20 વર્ષ…

Spread the love

બોલિવુડની મશહૂર જોડી રણવીર કપૂર અને આલિયા ભટ્ટ હજુ એક મહિના પહેલા જ માતા પિતા બન્યા છે. આલિયાએ એક દીકરીને જન્મ આપ્યો અને આથી રણવીર અને આલિયા ના જીવન માં પણ ઘણા બદલાવ આવી ગયા. પિતા બન્યા પછી મનુષ્ય ના જીવન માં ઘણું બધુ બદલાઈ જતું હોય છે. અને હવે આ વાત રણવીર કપૂર એ પણ મહેસુસ કરી હસે. રણવીર કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના પિતા બન્યા પછીના થોડા અનુભવો શેર કર્યા હતા .

અને સાથે જ આ વાત પણ કહી હતી કે તેઓ પોતાને લઈને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ વાતનો ખુલાસો રણવીરે રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં કર્યો હતો. રણવીર કપૂર હાલમાં સઉદી અરબ ના જેદાહ માં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં શામિલ થયા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ, વાલીપણું અને અન્ય ઘણી વસ્તુ વિષે વાત કરી હતી. ઇવેંટ દરમિયાન તેઓએ પોતાના પિતા બન્યા પછી જોવા મળતી સૌથી મોટી અસુરક્ષા અંગેની વાત નો પણ ખુલાસો કર્યો હતો.

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે રણવીર ને પુછવામાં આવ્યું કે દીકરીના જન્મ પછી તેમના જીવન મા શૂ બદલાવ આવ્યો છે તો તેના જવાબ માં કહ્યું હતું કે હું વિચારી રહ્યો છું કે મે આટલો સમય કેમ લાગ્યો મારે પહેલા જ પિતા બની જવાની જરૂર હતી. આ વાતચીત દરમિયાન રણવીરે પોતાના માંની એક એવી વાત શેર કરી કે જેમાં તેમનો એક ડર સ્પસ્ત જોવા મળ્યો હતો. રણવીર કહે છે કે જ્યારે મારી દીકરી 20 વર્ષની ઉમરે પહોચી જસે ત્યારે હું 60 વર્ષનો થઈ જઈશ. શું હું તેની સાથે ફૂટબોલ રમી શકીશ? તેની સાથે ભાગી શકીશ? સાથે જ તેઓએ એ પણ કહ્યું હતું કે આ નિશ્ચિત રૂપથી એક અલગ પ્રકારનો અનુભવ છે.

જેને તેમણે આજ સુધી અનુભવ્યો નથી. વાતચીત માં આગળ વધતાં રણવીર એ દીકરીની  પર્વરીશ ને લઈને પણ વાત કરી હતી. અભિનેતા ના અનુસાર આલિયા અને તે બંને મળીને દીકરી માટે સમય મેનેજ કરસે. જ્યારે આલિયા કામે જશે તો બેબી પાસે રણવીર રહેસે અને ત્યાજ જ્યારે રણવીર કામ પર કરસે ત્યારે આલિયા ઘરે ઉપસ્થિત રહેસે. રણવીર એ પણ કહે છે કે માતા પિતા બન્યા પછી મનુષ્ય સૌથી પહેલા સમજદાર બની જાય છે.

દરેક વસ્તુને નજીક થી જોવાની અને સમજવાની કોશિશ કરે છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના ઘરે 6 નવેમ્બર ના રોજ દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું નામ રાહા છે જે નીતુ કપૂરે રાખ્યું છે તેમાં સાથે હવે વર્ક ફ્રન્ટ ની વાત કરીયે તો હાલમાં રણવીર કપૂર પોતાની આવનારી નવી ફિલ્મ એનિમલ ની શૂટિંગ માં વ્યસ્ત છે. જેનું નિર્દેશક કબીર સિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ રેટ્ટી વાંગા કરી રહ્યા છે. આના સિવાય તેઓ શ્રધ્ધા કપૂરની સાથે લવ રંજન ની ફિલ્મ માં પણ જોવા મળસે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *