EntertainmentJust now

અભિનેતા શાહિદ કપૂર નો 4 વર્ષનો દીકરો જૈન આ ક્રિકેટર નો છે એટલો મોટો ફેન કે દરેક મેચ….જાણો કોણ છે આ ક્રિકેટર

Spread the love

શાહિદ કપૂર એક સારા અભિનેતા હોવાની સાથે સાથે એક સારા પ્રેમાળ પિતા પણ છે. જે અવારનવાર પોતાના વ્યસ્ત શેડ્યુલ માથી કીમતી સમય કાઢીને પોતાના બાળકોની સાથે વ્યતીત કરતાં હોય છે, ગયા મહિને અભિનેતા શાહિદ કપૂર ને પોતાના દીકરા જૈન કપૂર ની સાથે મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં એક આઈપીએલ ક્રિકેટ મેચ નો લૂફ્ટ ઉઠાવતા જોવામાં આવ્યા હતા. અને પોતાના હાલમાં જ આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુ માં શાહિદ કપૂર એ દીકરા જૈન ના ક્રિકેટ પ્રેમ વિષે વાત કરી અને સાથે જ તેના ફેવરિટ ક્રિકેટર નો પણ ખુલાસો કર્યો હતો.

હાલમાં જ શાહિદ કપૂર એ ‘ જૂમ ટીવી’ સાથેના રૂબરૂ ઇન્ટરવ્યુ મા પોતાના બાળકો વિષે વાત કરી અને કહ્યું કે અત્યારે મારા બાળકો ક્રિકેટ્ર્સ ના ફેંસ છે. તેના ફેવરિટ ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને વિરાટ  કોહલી છે. તે ફેનબોઈંગ કરી રહ્યા છે. સ્પેશિયલી જૈન તેઓને અત્યારથી જ ફેંનબોય કરી રહ્યો છે અને મને એ સારું લાગે છે. કેમકે આ નોર્મલ છે જ્યારે હું બાળક હતો ત્યારે હું પણ ક્રિકેટ અને ક્રિકેટરસ નો બહુ જ મોટો ફેન હતો. એટલા માટે હા આની અંદર  મારુ જ ખૂન છે જેથી આને પણ ક્રિકેટ જ સારું લાગે છે જે મને પસંદ છે.

તમને જણાવી દઈએ કે ગયા મહિને શાહિદ કપૂર અને જૈન ને મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ‘આઈપીએલ ‘ ના ‘ મુંબઈ ઈંડિયંસ ‘ વર્સેસ ‘ રોયલ ચેલેંજર બેંગલોર ‘ ની વચ્ચે થયેલ મેચ નો લૂફ્ટ ઉઠાવી રહ્યા હતા. ક્રિકેટ સ્ટેડિયમ થી શાહિદ કપૂર અને જૈન કપૂર ની આ તસવીર સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ હતી. જેમાં જૈન વ્હાઇટ ટીશર્ટ માં બહુ  જ ક્યૂટ લાગી રહ્યા હતા. શાહિદ કપૂર એક ક્રિકેટ પ્રેમી છે અને સંયોગ થી તેમણે વર્ષ 2022 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ જર્સી ‘ ની રિમેક માં એક ક્રિકેટ ખિલાડી ની ભૂમિકા ભજવી હતી.

bollywoodshaadis . com

જેમાં તેના પિતા પંકજ કપૂર ક્રિકેટ કોચ ના કિરદારમાં હતા આ ફિલ્મ માં તેમની સાથે અભિનેત્રી મૃણાલ ઠાકુર એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો શાહિદ કપૂર ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તેઓએ વર્ષ 2015 માં મિરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. આ કપલ બે બાળકો દીકરી મિષા અને દીકરા જૈન ના માતા પિતા છે. શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂત એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર છે

bollywoodshaadis . com

જે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લાઇફસ્ટાઇલ અને ફૅશન ને લઈને ટિપ્સ શેર કરતી રહેતી હોય છે. જો અભિનેતા ના કામની વાત કરવામાં આવે તો હાલમાં તેઓ પોતાની રિલિજ થનારી ફિલ્મ ‘ બ્લડી ડેડી ‘ ના પ્ર્મોશનમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ જાફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માં સંજય કપૂર , રોનીય રોય, રાજીવ ખંડેલવાલ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકા માં નજર આવશે. આનું પ્રીમીયર જીઓ સિનેમા પર થયું છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *