Entertainment

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંધાયા લગ્નના બંધને! સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસવીરો….

Spread the love

હાલમાં બોલીવુડમાં ખુશીનો માહોલ છે, ખાસ કરીને રામાયણના આંગણે લીલા તોરણીયા બંધાયેલા છે. બોલીવુડના પીઢ અભિનેતા શત્રુઘન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા આખરે ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધને બંધાઈ ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે, સોનાક્ષી અને ઝહીર ઈકબાલે પહેલા અભિનેત્રીના ઘરે સગાઈ કરી અને પછી રજિસ્ટર્ડ લગ્ન કર્યા.

 

સોનાક્ષી અને ઝહીર ઈકબાલે ઈન્સ્ટાગ્રામ પર રજિસ્ટર્ડ લગ્ન બાદ સમારોહની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. તેની સાથે એક હૃદય સ્પર્શી વાત પણ લખવામાં આવી છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે એમ પણ કહ્યું છે કે તેમના સંબંધો 7 વર્ષ પહેલા શરૂ થયા હતા, જે હવે પતિ-પત્ની બન્યા બાદ નવા પડાવ પર છે.

સોનાક્ષી સિંહાએ લખ્યું કે, On this very day, seven years back (23.06.2017) in each other’s eyes, we saw love in its purest form and decided to hold on to it. Today that love has guided us through all the challenges and triumphs… leading up to this moment… where with the blessings of both our families and both our gods… we are now man and wife. Here’s to love, hope and all things beautiful with each other, from now until forever


તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે આજે એટલે કે 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. સોનાક્ષીના લગ્નમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા હાજર રહ્યા હતા. તે જ સમયે, ઝહીરના પિતા અને માતા પણ આ કપલને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર હતા.

સોનાક્ષી અને ઝહીરના લગ્ન બાદ હવે બંને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી અને ઝહીરના રિસેપ્શનમાં 1000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું. તમારા મનમાં એક જ સવાલ થતો હશે કે, આખરે ઝહીર ઇકબાલ કોણ છે? તમને જણાવી દઈએ કે, ઝહીર ઈકબાલ એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ઇકબાલે તેના અભિનયની શરૂઆત રોમેન્ટિક ડ્રામા નોટબુક (2019) થી કરી હતી. ત્યારબાદ તેણે કોમેડી ડબલ એક્સએલ (2022) માં અભિનય કર્યો.

 

 

View this post on Instagram

 

A post shared by The Times of India (@timesofindia)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *