NationalZara hatke

ગુજરાત ના નાના એવા ગામ મા બેઠા બેઠા આ યુવાન અમેરીકા માથી ડોલર કમાઈ છે ! યુટ્યુબ મા લાખો ફોલોઅર્સ અને ભારતભર મા નામ બનાવ્યુ…

Spread the love

હાલમાં આખી દુનિયા સોશિયલ મીડિયાનું દીવાનું બની ગયું છે એમાં પણ યુવા ધન નો મોટો ભાગ સોશિયલ મીડિયા પાછળ પોતાનો કિમત સમય બરબાદ કરતાં જોવા મળે છે મોટા ભાગે 15 થી 30 વર્ષની વય ધરાવતા યુવા વર્ગ આ સોશિયલ મીડિયા પાછળ  ઘેલું બની ગયું છે ત્યારે ઘણા યુવાનો એવા પણ જોવા  મળે છે કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો રૂપિયાની કમાણી કરતાં જોવા મલયા છે ત્યારે જામનગર એક યુવાન પણ આ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે.

આ ખેડૂત પુત્ર એ પોતાના સોખ ને  આવડત માં ફેરવી નાખી છે અને આજે લાખો માં કમાણી કરી રહ્યો છે. સોશિયલ મીડિયાના સદુપયોગથી નામના પણ મેળવી શક્ય છે. આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એક યુવક બહુ જ કમાણી કરી રહ્યો છે. આ યુવક જામનગર ના ખીજડીયા ગામમાં રહે છે જેનું નામ નિકુંજ વસોયા છે. નિકુંજ ફૂડ બ્લોગિંગ કરીને યુ ટ્યુબ માં બહુ જ પ્રખ્યાત થયો છે આજના સમયમાં જ્યારે લોકો પોતાનો સમય સોશિયલ મીડિયામાં નકામી બાબતો જોવામાં પસાર કરે છે ત્યારે નિકુંજ એ પોતાના શોખ  ને આવડત માં તબદીલ કરીને આગળ વધ્યો છે

અને યુ ટ્યુબ , ફેસબુક ના માધ્યમથી હવે ડોલરોમાં કમાણી કરી રહ્યો છે. નિકુંજ મૂળ જામનગર ના ખીજડીયા ગામના છે જે પોતાના પિતાના ખેતર માં જ સુધ્ધ દેશી જમવાનું તૈયાર કરે છે અને તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જે વિડીયો ના આજે લાખોની સંખ્યામાં ફેંસ જોવા મળે છે. નિકુંજ ના યુટ્યુબ ની સાથે સાથે ફેસબુક અને ઇન્સત્રાગરામ માં પણ લાખો ફોલોવર્સ જોવા મળ્યા છે આટલું જ નહીં નિકુંજ ના આ વિડીયો વિદેશોમાં પણ બહુ જ પસંદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે નિકુંજ પોતાના ખેતર માં જ ઉગાવવામાં આવેલી શાકભાજી દ્વારા તૈયાર કરવામાં આવતી વાનગીઓ જ બનાવી ને વિડીયો પોસ્ટ કરે છે. અને આ સુધ્ધ દેશી ગુજરાતી ભોજન નો વિડિયો શેર કરે છે જે લોકોને બહુ જ પસંદ આવે છે. નિકુંજ નું કહેવું છે કે ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવામાં ખુબ જ મહેનત અને સમય લાગે છે, પરંતુ બજારમાં મળતા કેમિકલયુક્ત શોકભાજી અને ઓર્ગેનિક શાકભાજીના સ્વાદમાં જમીન આસમાનનો ફરક હોય છે.

ન્યૂજ 18 સાથેની વાતચીતમાં નિકુંજ એ જણાવ્યુ હતું કે તેને નાનપણ થી જ જમવાનું બનાવવાનો શોખ હતો તેને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ત્યાર પછી બી. કોમ કર્યા બાદ રાજકોટની સેક્રેટરી નો અભ્યાસ કર્યો જેના પછી તેને નક્કી કર્યું કે તેને પોતાના શોખ ની દિશામાં આગળ વધવું છે. અને આમ અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવાના બદલે તે ગામડે આવી ગ્યો અને ત્યાં પિતાના પાંચ વીઘા ના ખેતરમાં જમવાનું ભોજન બનાવવાનો વિડીયો બનાવવાનું નક્કી કર્યું અને સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ કરવાનું નક્કી કર્યું.

આ વિષે નિકુંજે વધુમાં જણાવ્યુ કે તેને 2013 માં ફૂડ બ્લોગિંગ ની શરૂઆત કરી હતી જેમાં શરૂઆત બહુ જ કઠિન હતી  અને ત્યારે આર્થિક  રીતે પણ ઘણી સમસ્યાઓ જોવા મળી હતી કારણ કે એ સમયે ઇન્ટરનેટ અને ટેકનૉલોજિ વધુ જોવા નહોતી મળી. અને મારે વીડિયો તૈયાર કરી સાયબર કાફેમાં પોસ્ટિંગ માટે જવું પડતું હતું અને એક વીડિયો અપલોડ કરવામાં અનેક કલાકોનો સમય લાગતો હતો. જો કે મેં મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને આજે મારું કન્ટેન્ટ લોકો પસંદ કરી રહ્યાં છે અને આમાંથી જ મને સારી એવી આવક થઇ રહી છે.

જેના કારણે હું અને મારો પરિવાર ખુબ જ ખુશ છીએ.સામાન્ય રીતે માતા પિતા એમ ઇચ્છતા હોય છે કે મારા બાળકો મોટા થઈને સારી નોકરી કરે જ્યારે માતા પિતાએ મારા શોખ ને મહત્વ આપીને મારો સાથ આપ્યો હતો મારા પિતાને 5 વીઘા જમીન છે જેમાં હું શાકભાજી ઉગાવું છું અને આ શાકભાજી માથી અલગ અલગ વાનગીઓ બનાવીને વિડીયો બનાવું  છું અને આ કામમાં મારા માતા પિતા અને મોટાભાઈ ભાભી પણ મદદ કરે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *