Just nowZara hatke

અજીબ કિસ્સો! સાસુ સસરાએ વહુ અને જમાઈના બીજા લગ્ન કરાવીને સમાજને આપ્યો નવો સંદેશ..તમે પણ કારણ જાણીને વખાણ કરશો.

Spread the love

આપણા સમાજમાં પુનઃ વિવાહ ને લઈને અનેક લોકોમાં મતભાવ જોવા મળતા હોય છે ઘના લોકો આ વિવાહ ના સમર્થન માં હોય છે તો ઘના લોકો આવા વિવાહ ની મંજુરી આપતા નથી.એમાં પણ જો કોઈ દીકરીના બીજા લગ્નને ની વાત કરવામાં આવે તો લોકો તેને સમ્માન જનક જીવન આપતા નથી.પરંતુ બદલાતા સમયની સાથે સાથે હવે લોકોના વિચારો પણ બદલ્યા છે અને તેઓ પુનઃ વિવાહ ની દિશામાં વિચારતા થયા છે.ત્યારે હાલમાં જ MP માં થયેલા લગ્ન બહુ જ ચર્ચામાં જોવા મળ્યા છે.વાસ્તવમાં આ લગ્નના એક વિધવા દીકરી અને વિધુર દિકરા ના લગ્ન કરાવીને સાસું સસરા એ તેઓને નવું જીવન આપ્યું છે. ગાયત્રી મંદિરમાં લગ્ન કરેલા આ દંપતીને ફરી એકવાર પોતાનું જીવન ખુશીથી જીવવાનો સુન્દર અવસર પ્રાપ્ત થયો છે.

હાલમાં મઘ્યપ્રદેશ ના ખંડવા માં વિધવા પુનઃ વિવાહ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી રહી છે.જેમાં લોકોને એક નવો જ સંદેશ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ખરગોનના રહેવાસી રામચંદ્ર રાઠોડ અને ગાયત્રી રાઠોડના પુત્ર અભિષેક રાઠોડનું પાંચ વર્ષ પહેલા જ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું અને તેઓએ તેમનો પુત્ર કાયમ માટે ગુમાવ્યો હતો.અભિષેકના મૃત્યુ પછી પુત્રવધૂ અને પૌત્રીનું દુઃખ તેમના માતા-પિતાથી સહન થતું નહોતું અને આવી સ્થિતિમાં તેણે પુત્રવધૂના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું.


ત્યાં જ બીજી બાજુ ખંડવાના રહેવાસી અને જિલ્લા કોર્ટમાં સ્ટોનો તરીકે કામ કરતા કાર્યરત દિનેશ એ કોરોના કાળ દરમિયાન પોતાની પત્નિ ગુમાવી હતી અને બે દીકરીઓની તેની બે પુત્રીઓની જવાબદારી તેમના ખંભે આવી પહોંચી હતી. આવી સ્થિતિમાં દીકરીના મૃત્યુ પછી દિનેશના સસરા મોહનલાલ રાઠોડ અને સાસુ શકુંતલા રાઠોડ તેમના જમાઈ અને પૌત્રીના જીવનને સવારવા માટે જમાઈ ના લગ્ન કરવા માંગતા હતા અને તેમના માટે છોકરીની શોધમાં હતા.

મીડિયા રીપોર્ટ પ્રમાણે દુલ્હન મોનિકા કહે છે કે દીકરાના મોત પછી પણ તેઓએ મને એક દીકરીની જેમ સાચવી અને આજે તેઓએ મને માટે પિતા બનીને વિદાય આપી છે.ત્યાં જ દિનેશ જણાવે છે કે પત્નીના મૃત્યું પછી સાસુ સસરાએ બીજા લગ્ન કરાવવા માટે છોકરીઓ ગોતવા લાગ્યા અને આ માટે મારા પર દબાણ કરવા લાગ્યા.તે દરમિયાન જ જાણકારી મલી કે ખણગૌર ના નિવાસી રામચંદ્ર રાઠોડ પોતાની વિધવા પુત્રવધૂના લગ્ન કરાવવા માંગે છે અને ત્યાર પછી બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ અને ત્યાર પછી આ લગ્ન કરાવવામાં આવ્યા અને સમાજને નવો સંદેશ આપવામાં આવયો.

દુલ્હન મોનિકાના સાસુએ આ વિવાહ અંગે કહ્યું કે પુત્રના મૃત્યુ બાદ પણ તેમણે પુત્રવધૂનું માન સન્માન કર્યું અને તેને એક પુત્રી ની જેમ રાખી. સાથે જ દીકરીની જેમ અનહદ પ્રેમ પણ આપ્યો અને આ પ્રેમના કારણે જ તેઓએ મોનિકાના ભવિષ્યની ઘણી ચિંતા થતી હતી આથી જ તેમને બીજી વાર લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો. જો કે મોનિકા બીજી વખત લગ્ન કરવા માટે બિલકુલ પણ રાજી નહોતી, પરંતુ ઘણી સમજાવટ પછી તેણે ફરીથી લગ્ન કરવા માટે મનાવી લીધા હતા. આમ ખરગોનના રહેવાસી રામચંદ્ર રાઠોડ અને ખંડવાના રહેવાસી મોહનલાલ રાઠોડે તેમની પુત્રવધૂ અને તેમના જમાઈના બીજા લગ્ન કરાવીને સમાજને પુનર્લગ્ન અંગે વધુ સારો સંદેશ આપ્યો છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *