Viral video

આવા કેવા ચોર ! જે ગાડી ચોરી કરવા તો ગ્યાં પરંતુ ત્યાં જઈને થયું એવું કે ચોરોને ભાગવાનો પણ વેત ના રહ્યો અને … જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે કોઈ કરામતને લગતા વિડીયો વધારે જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

હવે તો ઘણા એવા ચોરી ના વિડીયો પણ સીસીટીવી ના માધ્યમ દ્વારા સામે આવતા હોય છે કે જે જોઈને આપણે હકકા બક્કા રહી જતાં હોઈએ છીયે. આમ તો દરેક લોકો જાણે જ છે કે ચોર કરતાં વધુ સારી રીતે કોણ હાથ સાફ કરી શકે? પરંતુ ક્યારેક તેમના દાવપેચ પણ નિષ્ફળ જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે સામેની વ્યક્તિ તેમનાથી સો ડગલાં આગળ હોય. આવી જ ઘટના બે ચોરો સાથે બની હતી જેનો વિડીયો સામે આવી રહ્યો છે અને આ વિડીયો જોઈને લોકો પોતાની હસીને કંટ્રોલ માં કરી શક્યા નથી, આ વિડીયો ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો છે.

જેના કેપશન માં લખ્યું છે કે આયે સ્કૂટી ચોરી કરને… આપને ભી છોડ ગયે, વાઇરલ થઈ રહેલ આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કાળા રંગની સ્કૂટી પર સવાર બે ચોર એક ઘરની સામે રોકાયા છે. પછી તેમાંથી એક ઘરનો ગેટ ખોલીને અંદર પ્રવેશે છે અને બીજો અંદર પાર્ક કરેલી સ્કૂટી બહાર કાઢવા લાગે છે. પણ આ શું… ચોર ગેટની બહાર આવતા જ અંદરથી એક કાકા દોડી આવ્યા. તેમને જોઈને બંને ચોર તેમની અને ચોરેલી સ્કૂટી છોડીને ભાગવાનો પ્રયાસ કરવા લાગે છે. પણ ભાઈ, કાકાને છોડીને ક્યાં જશો… તેઓ તરત જ ચોરને પકડીને મારવા માંડે છે.

એટલું જ નહીં, શેરીમાંથી લોકો અને પરિવારના 6-7 સભ્યો પણ તેમને સપોર્ટ કરવા આવે છે. આ રીતે બધા મળીને ચોરને ભગાડવામાં સફળ થાય છે.આ ચોર એટલા બધા ડરી જાય છે કે ગાડી ચોરી કરવા આવ્યા એતો નથી લઈ જય શકતા પરંતુ તેઓ જે ગાડી લઈને આવ્યા હોય છે એ ગાડી પણ મૂકીને ભાગવાનો વારો આવે છે. સાચે જ આ વિડીયો એટલો બધો ફની છે કે દરેક લોકો ચોરોની ઉપર હસતાં જોવા મળી આવે છે.

23 એપ્રિલે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે કહ્યું કે તુ ક્યા ચોર બનેગા રે તુ . અન્ય એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું કે યે બડિયા થા ગુરુ . જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ઓખલી મેં માથા દેના. હાલમાં તો લોકો આ ઈડિયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ કરી રહ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *