EntertainmentJust now

મીથીલા ના લોકોએ દિપીકા ચિખલિયા ની મારા સીતાની જેમ વિદાઇ કરતાં નો વિડીયો આવ્યો સામે, વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો….જુવો વિડીયો

Spread the love

રામાનંદ સાગર ની રામાયણ ને ટીવી પર ટેલિકાસ્ટ થયા ભલે વર્ષો વીતી ગ્યાં હોય પરંતુ આજે પણ તેની સ્ટાર કાસ્ટ ને લોકો ભગવાન ની જેમ પૂજે છે. ત્યારે આવો જ એક નજારો મીથિલા માથી જોવા મળી રહ્યો છે. વાસ્તત્વમાં રામાયણ માં સીતા નો રોલ પ્લે કરનારી અભિનેત્રી દિપીકા ચિખલિયા મીથીલા પહોચી છે. આ દરમિયાન મિથિલા ના લોકો એ ન માત્ર તેમના પર પ્રેમ જ ન્યોછાવર કર્યો પરંતુ તેમની વિદાઇ પણ એક દીકરીની જેમ કરી હતી.

જે જોઈને દિપીકા ની આંખોમાં આંસુ આવી ગ્યાં હતા. દિપીકા ની એક દીકરીની જેમ કરવામાં આવેલ રીત રિવાજો અનુસાર ની વિદાઇ નો વિડીયો હાલમાં દિપીકા ચિખલિયા એ ઇન્સત્રાગરામ પર શેર કર્યો છે. આ વિડિયોમાં  દિપીકા ને લોકો રીત રસમો અનુસાર વિદાઇ કરી રહ્યા હોય એ જોઈ શકાય છે. એક મહિલા તેમની વિદાઇ માટે તેમનો ખોળો ભરી રહી છે. અને ત્યાર બાદ તેને પાણી પણ પીવડાવી રહી છે. મિથિલા ની રીત રસમો અનુસાર ત્યાની દીકરીઓ સૂકા મોએ વિદાઇ નથી થતી.

બસ દિપીકા ની પણ મિથિલા માં કઈક આમ જ ખાતીરદારી કરવામાં આવી હતી.અને સાથે જ એક દીકરીની જેમ વિદાઇ પણ આપવામાં આવી હતી. દિપીકા ચિખલિયા તેની વિદાઇ કરતી મહિલાને ગળે લગાવતી પણ નજર આવી હતી. આ વિડિયોને દિપીકા એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ પર અપલોડ કરતાં તેના કેપશન માં લખ્યું છે કે પહેલો ભાગ. મિથિલા માં … સીતાજીની વિદાઇ…. તેઓએ મને દીકરી હોવાનો અનુભવ કરાવવા માટે સંભવ પ્રયત્નો કર્યા.જેના પછી હું જાતે પણ રામાયણ ના તે સમય માં ખોવાઈ ગઈ. દિપીકા એ હજુ એક વિડીયો શેર કર્યો છે.

જેમાં તે બોલતી નજર આવી રહી છે કે હું શું બોલું.આટલો પ્રેમ દીધો કે મારી આંખો ભરાઈ આવી છે. તેઓએ મને પ્રેમ આપ્યો અને પાણી આપ્યું. કેમકે કહેવાય છે કે ઘરેથી દીકરીઓ સૂખા મો લઈને વિદાઇ થતી નથી અને ખાલી ખોળે નથી જતી. કેમકે એમને લાગે છે કે હું સીતાજી છું હે ભગવાન. આ દરમિયાન દિપીકા પોતાને આપવામાં આવેલ ખોળાનું બેગ દેખાડતી નજર આવી છે. હાલમાં તોમતા સિતાનો કિરદાર નિભાવનારી દિપીકા ચિખલિયા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *