Entertainment

પરિણીતી ચોપરા ની સગાઈના ડેકોરેશનની તસવીરો થઇ વાઇરલ, સજાવટ તો એવી લાજવાબ કે જોઈને આંખો ચાર થઇ જશે…..જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને ‘ આમ આદમી પાર્ટી’ ના નેતા રાઘવ ચડ્ઢા એ 13 મેં 2023 ના રોજ સગાઇ કરી હતી. આ સમારોહ નવી દિલ્લી ના કપૂરથલા હાઉસ માં આયોજિત કરવામાં આવી હતી. જેમાં પ્રિયંકા ચોપરા સહીત આ કપલ ના નજીક ના મિત્રો અને પરિવાર ના લોકો ઉપસ્થિત હતા. આ ખાસ અવસર માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ પરિણીતી અને રાઘવ ને બેસ્ટ આઉટફિટ માં સજાવ્યા હતા. હવે ડિઝાઈનર ની કંપનીએ પરિણીતી અને રાઘવ ની સગાઈના ખુબસુરત વેન્યુ ની સજાવટ દર્શાવતા ફોટો શેર કર્યા છે.

bollywoodshaadi. com

પરિણીતી અને રાઘવ ની સગાઇ ની મહેમાનો ની લિસ્ટ માં માત્ર નજીક ના મિત્રો અને પરિવારના સભ્યો ને જ બોલવામાં આવ્યા હતા. પરંતુ સજાવટ ને લઈને આવું લિમિટેશન જોવા મળ્યું નથી. સગાઇ ના કાર્યક્રમ ના સ્થળની સજાવટ એવી લાજવાબ કરવામાં આવી છે કે નજર જ નહિ હટાવી શકો.સુંદર સફેદ જૂની ઈમારતના જૂના થાંભલાઓ પર વેલાની સ્ટાઈલીંગથી લઈને નીચા બેસવાની જગ્યા સુધી એવી સુંદર સજાવટ કરવામાં આવી હતી કે તેના મિત્રો અને કુટુંબીજનો આનંદથી મોજ મજા કરી શકે અને આરામથી રહી શકે.

bollywoodshaadi. com

આ સાથે જ આ વેન્યુ ખરેખર બહુ જ સરસ લાગી રહ્યું હતું. વંદના મોહન દ્વારા 2005માં સ્થપાયેલી વેડિંગ ડિઝાઇન કંપનીએ દુનિયાભરમાં ઘણા લગ્ન નું ડેકોરેશન કર્યું છે. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની શાનદાર લેક કોમો વેડિંગ પણ શામિલ છે. હાલમાં જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વંદનાએ પરિણીતી અને રાઘવની સગાઈની સજાવટ વિશે વિગતો આપી હતી.તેમને વેન્યુ ની થોડી તસવીરો શેર કરતા કહ્યું હતું કે આ વિશેષ દિવસ માટે સ્ટાઇલ એવી કરવામાં આવી હતી કે જેમાં જાણે ઘરના દરેક ખૂણામાં જ સજાવટ થઇ હોય. આની પાછળ એક વિચારની સાથે સાથે આને સાદું પરંતુ યુનિક કરવામાં આવ્યું હતું. બહુ બધી ફુલદાની, છોડ ના કુંડાઓ અને પુસ્તકો રાખવામાં આવી હતી.

bollywoodshaadi. com
bollywoodshaadi. com

આ હરિયાળી ની સાથે સાથે સફેદ ફૂલો દ્વારા આ કાર્યક્રમ ને રોમેન્ટિક કરી દેવામાં આવ્યો હતો. એક ફુવારો પણ રાખવામાં આવ્યો હતો જેનો ઉપયોગ સેન્ટર પોઇન્ટ તરીકે કરવામાં આવ્યો હતો. વંદના એ કહ્યું કે ‘ પાણી ના અવાજ માં એક શાંતિનો અનુભવ થયો જે અમે કરવા ઇચ્છતા હતા. વંદના એ આગળ કહ્યું કે જોકે ડેકોરેશન માટે આમ તો ફ્રેમ માં કપલ ની પ્રાઇવેટ તસવીરો રાખવામાં આવે છે પરંતુ પરિણીતી અને રાઘવ ઇચ્છતા નહોતા કે સજાવટ તેમના વિષે હોય. આથી ડિઝાઈનર એ આ જગ્યાઓએ એવી તસવીરો પસંદ કરી જે તેમના દિલની બહુ જ નજીક હતી.

bollywoodshaadi. com
bollywoodshaadi. com

 

bollywoodshaadi. com
bollywoodshaadi. com

આગળ તેમને કહ્યું કે લંડન એ જગ્યા હતી જ્યા તેઓ બંને મળ્યા હતા અને વાસ્તવ માં પંજાબ માં તેમનું દિલ વસે છે. પોતાની સગાઇ માટે પરિણીતી એ મશહૂર ફ્રેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિજાઇન કરેલ સોફ્ટ રોજ ગોલ્ડ કલર નું એક કુર્તુ પહેર્યું હતું. જેની સાથે તેમને એક શિયર દુપટ્ટો પસંદ કયો હતો.તેને પોતાના મિનિમલ લુકને એક યુનિક માંગટીકા સાથે બહુ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ રાઘવ આઈવરી કલર ના કુર્તા એ પાયજામા અને સોફ્ટ પિન્ક બંધ ગળાના જેકેટ માં બહુ જ હેન્ડસમ લાગી આવ્યા હતા.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *