Zara hatke

બેંક મા રુપીઆ જમા કરાવવા જતા યુવકે બેંક સ્લીપ મા એવું લખ્યુ કે જોઈ ભલભલા ગોથા ખાઈ જાય અને હસવું ના રોકી શકાય જુઓ શુ છે

Spread the love

બેન્કના કામ દરેક લોકો સરળતાથી કરી શકે તેવું બનતું નથી. બેંકમાં જાવ તો તમને ત્યાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે જ્યા ઘણા લોકો એવા જોવા મળે છે કે જેમને બેન્ક સાથે જોડાયેલા દરેક નાની નાની વસ્તુની પણ જાણકારી હોય છે તો ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને બેંકમાં જતા જ હાથ પગ ધરૂઝવા લાગી જતા હોય છે અને ત્યાં કઈ બેન્કની સ્લીપ ભરવાની હોય અને કેમ ભરવાની હોય તે અંગેની કોઈ જાણકારી હોતી નથી.

આવા લોકો અટકણે કે કોઈ જાણકાર વ્યક્તિને પૂછતાછ કરીને પોતાનું કામ પૂરું કરતા હોય છે. આ દરમિયાન પણ તેમના થી ઘણી ભૂલો થતી હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં બેન્કની એક મજેદાર ડિપોઝિટ સ્લીપ વાયરલ થઇ રહી છે. જ્યારે પણ તમારે બેંકમાં પૈસા જમા કરવા હોય તો તેના માટે એક ડિપોઝિટ સ્લીપ ભરવામાં આવે છે. જેમાં જાણકારી ના ઘણા કોલમો જોવા મળે છે.જેમાં એક કોલમ માં રાશિ લખવામાં આવતી હોય છે .

જેમાં તમારે તમારું અમાઉન્ટ લખવાનું હોય છે કે જેટલા પૈસા તમે બેંકમાં જમા કરવા માંગો છો. પરંતુ એક વ્યક્તિએ આ રાશિ ની કોલમ માં એવી બાબત લખી કે જે જોઈ તમે તમારી હસીઓ રોકી નહિ શકો. વાસ્તવમ,આ ડિપોઝિટ સ્લીપ માં એક વ્યક્તિએ રાશિના કોલમ માં અમાઉન્ટ લખવાના કારણે પોતાની નામની તુલા રાશિ લખી હતી. રાશિ એક હિન્દી શબ્દ છે કે જે માં બેન્કની ડિપોઝિટ સ્લીપ માં અમાઉન્ટ લખવામાં આવતું હોય છે.

પરંતુ સ્લીપ ભરનાર વ્યક્તિને એમ લાગ્યું કે બેન્ક તેની બીજી જાણકારીઓ સાથે જ્યોતિષ રાશિ પણ પૂછે છે. એવામાં તેને પોતાની જન્મ કુંડળી વળી રાશિ ને અમાઉન્ટ લખવાની રાશિ વળી કોલમમાં લખી નાખી હતી. આ વાત સાંભળીને તમારી હસી કન્ટ્રલ નહિ થઇ રહી હોય પણ આ સત્ય છે. બેંકે આ તુલા રાશિ વળી ડિપોઝિટ સ્લીપ ને લઇ લીધી અને વ્યક્તિના પૈસાને જકામાં પાનકારી દીધા, તમે આ સ્લિપના ફોટો પાર બેન્ક ની સીલ લગાવેલી જોઈ શકો છો.

આ સલીપ ના ઉપરના ભાગ ને જોતા ધ્યાનમાં આવે છે કે આ પુરી ઘટના ઇન્ડિયન બેન્ક ના મુરાદાબાદ શાખા ની છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ ડિપોઝિટ બેન્ક સ્લીપ આ વર્ષના એપ્રિલ મહિનામાં ટ્વીટર પર શેર કરવામાં આવી હતી જેના કેપશન માં લખ્યું હતું કે કેટલા તેજસ્વી લોકો છે.

ત્યારે હવે ફરી વાર આ ડિપોઝિટ સ્લીપ વાયરલ થઇ રહી છે કે જે જોઈ લોકોઓ અનેક પ્રકારના રિએક્શન આપી રહયા છે અને લોકો હસી રહયા છે. કોઈએ લખ્યું કે કોણ છે આ વ્યકતી, ક્યાંથી આવે છે આવા લોકો. તો કોઈ એ લખ્યું કે તુલા રાશિ વાળા વ્યક્તિ જ આવા કારનામા કરી શકે છે. ત્યાં જ કે વ્યક્તિએ લખ્યું કે બેંક્સલીપ ભરનારનો કોઈ પિતા પણ નીકળ્યો કે જેને વાંચ્યા વિના જ આ સ્લીપ ને સીલ પણ લાગાવી દીધી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *