EntertainmentTV serial

ટીવી ઈન્ડસ્ટ્રી માં છવાયો શોકનો માહોલ, પોપ્યુલર સિરિયલ ‘ અનુપમા’ ના આ ખાસ કલાકાર નું થયું દુખદ અવસાન….

Spread the love

હાલમાં મનોરંજન જગતમાથી રોજબરોજ કોઈના કોઇ સ્ટાર ના અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આજે ટીવી ઈન્ડસ્ટ્રી માથી એક બહુ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં ટીવી ઈન્ડસ્ટ્રી ની પોપ્યુલર સિરિયલ ‘ અનુપમા’ ના અભિનેતા નિતેશ પાંડે નું 51 વર્ષની નાની ઉમરમાં અવસાન થઈ ગયું છે.તેમના અવસાન નું કારણ કાર્ડિયક અરેસ્ટ જાણવામાં આવી રહ્યું છે.મંગળવારે એટ્લે કે 23 મે 2023 ના રોજ નિતેશ પાંડે નું કાર્ડિયક અરેસ્ટ થયું હતું. જેના પછી તેઓએ પોતાના અંતિમ સ્વાસ લીધા હતા.

નિતેશને હાલમાં જ રૂપાલી ગાંગુલીના શો અનુપમા માં જોવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર 23 મે ની રાત્રે નિતેશ પાંડે ને હાર્ટ અટેક આવ્યો હતો. જેના પછી તેમણે અંતિમ સ્વાસ લીધા હતા. નિતેશ પાંડે એ અનુપમા સિરિયલ સિવાય ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ ‘ માં શાહરુખ ખાન ના સહાયક નો રોલ પણ નિભવ્યો હતો. તેમના આમ અચાનક અવસાન ની ખબર આવતા મનોરંજન ઈન્ડસ્ટ્રી માં તેમના કો સ્ટાર ની સાથે સાથે તેમના ફેંસ ને પણ મોટો ઝટકો લાગ્યો છે. નિતેશ પાંડે વિષે વાત કરવામાં આવે તો નિતેશ પાંડે એ વર્ષ 1990 થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.

1995 માં તેમણે પોતાના પહેલા એક્ટિંગ કરિયર તરીકે નો બ્રેક ‘તેજસ ‘ નામના શો માં મળ્યો હતો. જેમાં તેઓએ એક જાસૂસ ની ભૂમિકા નિભાવી હતી. જેના પછી તેઓએ મંજિલે અપની અપની, અસ્તિત્વ…એક પ્રેમ કહાની, સાયા, જસ્ટજુ, દુર્ગેશ નંદિની અને અનુપમા જેવા શોમાં કામ કર્યું હતું, જો ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમણે શાહરુખ ખાન ની સાથે ‘ ઓમ શાંતિ ઓમ ‘ ફિલ્મમાં અને ‘ ખોસલા કા ઘોસ્લાં ‘ જેવી ફિલ્મો માં કામ કર્યું છે.

આના સિવાય તેમનું પોતાનું એક પ્રોડકશન હાઉસ પણ છે જેનું નામ ડ્રીમ કૈસલ પ્રોડકશન છે. જે રેડિયો શો નું નિર્માણ કરે છે. આની પહેલા સારાભાઇ VS સારાભાઇ ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય નું એક રોડ અકસ્માત દરમિયાન અવસાન થયાના સમાચાર સામે આવ્યા હતા. જેના થોડા સમય પછી નિતેશ પાંડે ના અવસાન ની ખબર સામે આવી છે. આટલુ જ નહીં હજુ થોડા દિવસો પહેલા જ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત ના મોત ના સમાચાર પણ સામે આવ્યા હતા જે પોતાના ઘરના બાથરૂમમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *