EntertainmentJust now

અભિનેત્રી સોનમ કપૂર ના લગ્નની આ તસ્વીરો પહેલા નહીં જોઈ હોય, જેમાં અભિનેત્રી નો કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો ….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ ની મશહૂર અને સ્ટાઇલિસ્ટ અભિનેત્રીઓમાંની એક ગણાતી અભિનેત્રી સોનમ કપૂર હાલમાં જીવનનો સૌથી સુંદર સમયગાળો એટલે કે મધરહૂડ ઇન્જોય કરી રહી છે. વાસ્તવમાં હજુ થોડા મહિનાઓ પહેલા જ સોનમ કપૂર એક દીકરાની માતા બની અને પોતાના જીવનમાં આ નાના મહેમાન નું સ્વાગત કર્યા બાદ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા ની ખુશીઓ સાતમા આસમાન પર જોવા મળી રહી છે.

સોનમ કપૂર દીકરા વાયુ ની પરવરીશ ને લઈને અત્યારે તો બહુ જ વ્યસ્ત જોવા મળી આવી છે. એવામાં તેઓએ અત્યારે કામમાંથી બ્રેક લઈને પોતાનો પૂરો સમય દીકરા અને પોતાની ફેમિલી ની સાથે પસાર  કરી રહી છે સાથે જ ફિલ્મોથી દુરી બનાવેલી જોવા મળી આવે છે. સિલ્વર સ્કિન થી દૂર થઇ ચુકેલી સોનમ કપૂર સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળી આવે છે. અને આ માધ્યમ દ્વારા તે પોતાના ફેન્સ ની સાથે જોડાયેલી જોવા મળી આવે છે. સોનમ કપૂર અવારનવાર પોતાના નાના રાજકુમાર વાયુ કપૂર આહુજા ની ક્યૂટ ક્યૂટ પ્યારી તસવીરો શેર કરતી રહેતી હોય છે.

જે સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થતી હોય છે. જેના કારણે સોનમ કપૂર હંમેશા ચર્ચામાં છવાયેલી જોવા મળી આવે છે. આ વચ્ચે જ સોનમ કપૂર એ પોતાના ઓફિશિયલ ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પર પોતાના લગ્ન ની થોડી એવી તસવીરો શેર કરી છે જેનાથી આખી દુનિયા અંજાન છે. અને આ તસવીરો જોયા બાદ તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. આ તસ્વીરોમાં સોનમ કપૂર નો બહુ જ ખુબસુરત અને અનોખો અંદાજ જોવા મળી આવ્યો છે.જે તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

bollywoodlivehd
bollywoodlivehd

વર્ષ 2007 માં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ સાંવરિયા થી સોનમ કપૂર એ પોતાના કરિયર ની શરૂઆત કરી હતી પરંતુ વર્ષ 2018 માં સોનમ કપૂર એ પોતાના પ્યાર આનંદ આહુજા ની સાથે બહુ જ ભવ્ય લગ્ન કર્યા અને લગ્ન કર્યા બાદ તે પોતાના પતિ આનંદ આહુજા ની સાથે લંડન માં શિફ્ટ થઇ ગઈ. ગયા વર્ષ 2022 માં સોનમ કપૂર અને આનંદ આહુજા એ પોતાના જીવનમાં દીકરા વાયુ નું સ્વાગત કર્યું હતું, હાલમાં તો સોનમ કપૂર ની ઇન્સટ્રાગ્રામ પર શેર થઈ રહેલી તેની લગ્નની ના જોયેલી તસ્વીરોમાં ઘણીવાર તે ખુશ તો ઘણીવાર તે ઉદાસ નજર આવી રહી છે.

bollywoodlivehd
bollywoodlivehd

આ તસ્વીરોમાં ઘણીવાર બહેન રિયા કપૂર તો ઘણીવાર માતા સુનિતા કપૂર તેને સજાવી રહયા હોય એવી તસવીરો પણ સામે આવી છે.આના સિવાય સોનમ કપૂર ની મંડપ માં આવતા સમયની એક તસ્વીર પણ શેર થઇ છે. જેમાં તેમનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી સોનમ કપૂર ના લગ્ન માટેનો લહેંગો પણ બહુ જ યુનિક જોવા મળ્યો હતો.સોનમ કપૂર ના લગ્ન ની જે યુનિક તસવીરો સામે આવી છે તે હાલમાં બહુ જ જોરદાર રીતે વાઇરલ થઇ રહી છે. આ સાથે જ તેમના ફેન્સ તેમના બ્રાઇડલ લુકના વખાણ કરી રહ્યાં છે અને તેમના પર પ્રેમ વરસાવી રહયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *