Viral video

વાહ જોરદાર હો ! આ ટેણીયાએ પોતાના અંદાજમાં એવું સરસ ગીત ગાયું કે સાંભળનાર દરેક લોકો તો મંત્રમુગ્ધ જ થઇ ગયા….જુવો વિડિઓ

Spread the love

બાળકો દિલના સાચ્ચા હોય છે તેઓ જે કોઈ પણ કામ કરે છે તે પુરા દિલથી કરતા હોય છે. તેઓ પોતાના દરેક કામને એન્જોય કરવાનું પસંદ કરતા હોય છે. અને આજ કારણ છે કે આવા નાના બાળકો જ્યારે ડાન્સ કરતા હોય કે પછી ગીત ગાતા હોય છે ત્યારે તેઓ બહુ જ ક્યૂટ લાગી આવતા હોય છે. તમે પણ ઘણા નાના બાળકો ને ગીત ગાતા જોયા હશે. એમાં પણ ઘણા ટેણિયાંઓ તો એવા ઉસ્તાદ નીકળે છે કે તે પોતાના ગીત થી દરેક લોકોના દિલ જીતી લેતા હોય છે.

ત્યારે હાલમાં એક આવા જ નાના બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં આ નાનું બાળક પોતાની દિલકશ અદામાં સુરીલું મધુર ગીત ગઈ રહ્યો છે. આ વાઇરલ થઇ રહેલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક પોતાની સ્કૂલની બહાર ઉભો છે અને બહુ જ સુંદર ગીત ગઈ રહ્યો છે. આ બાળક બહુ જ ક્યૂટ અદામાં હાલમાં લોકપ્રિય બનેલું ગીત ‘ તું માન મેરી જાન ‘ ગાઈ રહ્યો છે. તે ગીતના સુર ભલે ના મેળવી શક્યો હોય પરંતુ તે પ્રયત્ન બહુ જ કરે છે.

તે આ ગીત ને બહુ જ લગનની સાથે ગઈ રહ્યો છે. આની સાથે જ આ નાના બાળક નો અવાજ પણ બહુ જ સરસ અને ક્યૂટ લાગી રહ્યો છે. જ્યારે આ બાળક ગાવાનું શરુ કરે છે ત્યારે એમ થાય છે કે એનો અવાજ દિવસ રાત સાંભળ્યા જ રાખીએ. આ બાળકનો યુનિફોર્મ અને સ્કૂલ ને જોતા તે કોઈ સરકારી સ્કૂલ નો વિદ્યાર્થી હોય એમ લાગી રહ્યું છે. આમ તો મોટાભાગે સરકારી સ્કૂલનમાં અભ્યાસ કરતા બાળકો ગરીબ હોવા છતાં તેઓ હુનરબાજ હોય છે.

આ વીડિયોમાં જોવાની ખાસ વાત તો એ છે કે આ બાળકને ગીત ની દરેક લીરીક્સ બરોબર યાદ છે. આમ તો અત્યારે દરેક બાળકોને ભણતર સિવાય ની દરેક બાબતો બહુ જ યાદ રહી જતી હોય છે. ત્યારે હાલમાં તો આ બાળકનો વિડીયો ઈનસ્ટરાગ્રામ પર બહુ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ બાળકનું ગીત સાંભળીને બહુ જ આનંદિત થઇ રહયા છે

સાથે જ આ બાળક ના હુનરના વખાણ કરી રહયા છે.આ વિડીયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહયા છે જેમાં એક વ્યક્તિ લખે છે કે આ ગીતને ગાવા માટે જીગર હોવું જોઈએ જે આ બાળકની પાસે છે. ત્યાં જ બીજો વ્યક્તિ કહે છે કે આ બાળક જીવનમાં બહુ જ આગળ વધશે. હાલમાં તો આ બાળકે ના અવાજ ના લોકો વખાણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by R H Chauhan (@r_h_chauhan)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *