Viral video

ખૂંખાર સિંહોની સાથે વોક પર નીકળી આ મહિલા પરંતુ પછી તરત થયું એવું કે જાણીને તમારા પણ હોશ ઊડી જસે…જુવો વિડીયો

Spread the love

સિંહ ને જંગલનો રાજા ગણવામાં આવે છે જેનો ડર જંગલમાં રહેતા દરેક જાનવરોને થતો હોય છે. અને તે બીક દરેક જાનવરોની આંખોમાં સાફ સાફ જોવા મળે છે. અને આજ કારણ છે કે જ્યારે સિંહ જંગલમાં ફરવા માટે નીકળે છે તો બીજા દરેક જાનવરો તે રસ્તો છોડીને ચાલ્યા જતાં હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર આજે એક એવો વિડીયો જોવા મળ્યો કે જે જોઈ લોકો વિશ્વાસ કરવો મુશ્કિલ બન્યો છે.

આજના સમયે સિંહો પણ વ્યક્તિઓની સાથે સાથે કદમથી કદમ મેળવીને ચાલતા જોવા મળ્યા છે. વાસ્તવમાં હાલમાં instragarm પર એમ વિડીયો બહુ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં એક મહિલા એક કે બે નહીં પરંતુ ત્રણ ત્રણ બબર સિંહો સાથે સફર કરતી જોવા મળી છે. આ ત્રણેય સિંહો નો શારીરિક આકાર બહુ જ મોટો જોવા મળે છે. જે જોઈને કોઈ પણ વ્યક્તિનો પરસેવો બીકના મારે છૂટી જાય છે.

આ બબર સિંહોની સાથે વોક પર નીકળી મહિલાનું નામ જેન છે જે એક કન્ટેન્ટ ક્રિએટર અને એનિમલ લવર છે. આજ કારણ છે કે તે અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પર આવા જાનવરોની પોસ્ટ અને વિડીયો શેર કરતી હોય છે. ત્યારે હાલમાં જેને 12 નવેમ્બર ના રોજ પોતાના instragram એકાઉન્ટ પર એક જબરદસ્ત વિડીયો શેર કર્યો હતો. આ વિડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ સિંહો રોયલ અંદાજમાં આ મહિલાની આગળ ચાલી રહ્યા છે.

અને આ મહિલા કે જેનું નામ જેન છે તે આ ત્રણ સિંહો ની પાછળ પાછળ ચાલી રહી છે. આ મહિલાના ચહેરા પર સહેજ પણ ડર કે ભય જોવા મળતો નથી. તે આ સિંહો સાથે બિન્દાસ્ત બની વોક કરતી જોવા મળે છે અને આગળ ત્રણ સિંહો પણ પોતાની રાજાશાહી દર્શાવતા હોય એમ વટ થી ચાલી રહ્યા છે. આ વિડીયો જોનાર દરેક લોકો ચકિત થઈ ગ્યાં છે અને સાથે જ આ વિડિયોને પસંદ પણ કર્યો છે.

આ વિડિયો જોઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિકીયા જોવા મળી છે જેમાં એક યુજરસે લખ્યું કે જો સિંહોએ હમલો કરી દીધો તો તેમણે દોષ આપતા નહીં. ત્યાં જ બીજા યુજરસે લખ્યું કે મહિલા બહુ જ ખાસ છે. જે કારણે સિંહોએ તેને સાથે ચાલવાની પરવાનગી આપી. આ વિડીયો અનેક લોકોને પસંદ આવ્યો છે. જેમાં સિંહ પોતાના અસલી રૂપમાં શાંતિથી વોક કરતાં જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jen (@girlfromparadise9)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *