Just now

જુવાન દીકરાનું અકસ્માતમાં મોત થયું તો ઘડપણ માં સહારો મેળવવા માટે 48 વર્ષની ઉમરે માતા એ દીકરાને જન્મ આપ્યો અને ફરી માતાનું સુખ મેળવ્યું

Spread the love

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં જુવાનજોધ દીકરાનું કારમાં અકસમાટ થયું અને મૃત્યુ પામ્યો તો દંપતીએ ગઢપન નો સહારો મેળવવા માટે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળક ને જન્મ આપી ને ફરી ઘર માં ચિરાગ ઉજાગર કર્યો.

વાસ્ત્વમાં  ઘટના એમ બની હતી કે મધ્યપ્રદેશ માં રહેતા દંપતી એ પોતાના જુવાનજોધ દીકરા ને માર્ગ અકસ્માત દરમિયાન નિધન થવાથી ગુમાવી દીધો હતો અને તેઓ ગુમનામી ના  જીવન માં સરકી ગ્યાં હતા પરંતુ ઘટના કઈક એવી બની કે 48 વર્ષ ની મહિલાએ દાહોદ ની એક હોસ્પિટલ માં ટેસ્ટટ્યુબ બેબી પધ્ધતિ દ્વારા એક દીકરા ને જન્મ આપીને જીવન ને ફરી રંગીન બનાવ્યું છે. માહિતી માં જાણવા મળ્યું કે આ દંપતી ને એક દીકરી પણ હતી પરંતુ કુલદીપક ની આશા અને ઘડપણ માં સહારો મેળવવા માટે આ દંપતીએ આ નિર્ણય લઈને ફરી માતા પિતા બન્યા હતા.

માહિતીમાં જાણવા મળ્યું હતું કે મધ્યપ્રદેશ ના ધાર જિલ્લાના નાનકડા ગામમાં રહેતા દંપતી રાધાબેન અને પ્રદીપભાઈ ના પરિવાર માં એક દીકરો અને એક દીકરી હતી જેમાં દીકરીના લગ્ન ખાતા પિતા સુખી પરિવાર માં કરાવી દેવામાં આવ્યા હતા અને હવે દીકરા સાથે આ દામાપ્તિ પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. અને બધુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું એકવાર દીકરાની જીદ ને વસ થઈને પિતા પર્દીપભાઈ એ તેને કાર લઈ આપી.

અને નવી કાર સાથે દીકરાનું ચોથા દિવસે જ ગામમાં ભયાનક અકસ્માત થયો અને દીકરાનું કમકમાટી ભર્યું અવસાન થયું અને પરિવાર માં શોક ની લાગણી ફેકલાઈ ગઈ અને માતા પિતાનો ગડપણ નો સહારો છીનવાઇ ગયો. અને આથી પરીવાર માં મોટું આભ તૂટી પડ્યું. આ ઘટનાથી દંપતી આઘાતમાં સારી પડ્યા  ને ઘડપણ માં સહારા ના નિર્ણય માટે તેઓ શહેર ના ન્યૂહોપ હોસ્પિટલ જય પહોચ્યા.

ત્યાં ડોક્ટર કેતન પટેલે રાધાબે ની વધતી ઉમર અને ઘર્ભ ધારણ કરવામાં આવતી મુશ્કેલી અને આવનારી તકલીફોથી વાકેફ કર્યા પછી તેમણે ટેસ્ટટ્યુબ બેબી પધ્ધતિ ની સલાહ આપી .અને આમ નવ માસ સુધી સદંતર ડોક્ટરોની તપાસ અને સલાહ મુજબ તકેદારી રાખી ને ગર્ભાવસ્થા ના અંતમાં રાધા બહેને એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરા નો જન્મ થતાં જ પરિવાર માં ખુશી નો માહોલ છવાઈ ગયો કે જાણે અકસ્માત માં મૃત્યુ પામેલ દીકરો જ ફરી જન્મ લઈને ઘરે આવ્યો હોય તેવી લાગણી જોવા મળી હતી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *