Just nowZara hatke

વાહ આને કેવાય આજના જમાનાનો શ્રવણ ! પોતાના પિતાના ૨૫ વર્ષ જૂના સ્કૂટર પર ૭૩ વર્ષની માતાને લઈને ચારધામ ની યાત્રા કરવા નીકળ્યો …..જુવો તસવીરો

Spread the love

પૃથ્વી પર માતા પિતા જ ભગવાન નું બીજું રૂપ ગણાય છે. આ વાતને માનનારા લોકો પોતાના માતા પિતાની સેવા કરવા માટે હમેસા તત્પર રહેતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ આજના સમય નો શ્રવણ ગણાતો આ વ્યક્તિનો એક કિસ્સો સામે આવી રહ્યો છે જે જોઈને દરેક લોકો આ વ્યક્તિ ના વખાણ કરી રહ્યા છે. કર્ણાટક ના મૈસૂર નિવાસી અને વ્યવસાયે કમ્પ્યુટર ઇંજિનિયર અને 44 વર્ષની ઉમર દહરાવતા દક્ષિણમુર્તિ ક્રુષ્ણ કુમાર આવા જ માતૃભક્ત જોવા મળી આવ્યા છેવ. જેઓ પોતાની 73 વર્ષ ની માતા ને તીર્થયાત્રા કરાવાનો બીડો ઉઠાવ્યો છે.

તેમની આ તીર્થયાત્રા તેઓએ પોતાના પિતાના 25 વર્ષ જૂના સ્કૂટર પર શરૂ કરી છે. હાલમાં તેઓ પોતાની વૃધ્ધ માતા ને ઉતરાખંડ ના પ્રસિધ્ધ ચારધામ ના દ્રશાન કરાવ્યા બાદ તીર્થનગરી ઋષિકેશ પરત આવ્યા છે. કર્ણાટક ના મૈસૂર માં રહેતા બોગાંડી ગામના નિવાસી દક્ષિણામુતી ક્રુષ્ણ કુમાર ની વાત જ નિરાલી છે. તેઓ છેલ્લા લગભગ 5 વર્ષ થી પોતાની માતા ની સાથે એક જૂના સ્કૂટર પર સવાર થઈને ભારત ભ્રમણ અને તીર્થો ની યાત્રા કરી રહ્યા છે. આ સ્કૂટર ની સાથે તેમની પાસે એક તૂટેલ સ્ક્રીન નો મોબાઈલ, બે હેલ્મેટ, પાણી ની બે ડોલ, એક છત્રી અને એક બેગ , જેમાં થોડી જરૂરી વસ્તુઓ રાખેલ છે. બસ આ માતા દીકરા ની આ યતરા ના આ સાથીઓ છે.

વાસ્તવમાં વર્ષ 2015 માં પિતાના અવસાન પછી એક દિવસ દક્ષિણામૂર્તિ ક્રુષ્ણ કુમાર ની માતા ચુડા રત્નમાં એ દીકરાને કહ્યું કે તેણે આજ સુધી સાયુઙ્ક્ત પરિવાર ની સાથે રહીને અને પરિવાર ના લાલણ પાલન ની વ્યવસ્થા કરતાં ઘરની બહાર નું કોઈ પણ સ્થાન જોયું નથી. આ વાત સાંભળતા જ ક્રુષ્ણ કુમાર આશ્ચર્યચકિત રહી ગ્યાં, તે દિવસે ક્રુષ્ણ કુમાર એ માતા ને પૂરા ભારત માં ભ્રમણ કરવાનું અને તીર્થો ના દર્શન કરાવાનું નક્કી કર્યું . આના માટે ક્રુષ્ણ કુમાર એ પિતા ના 25 વર્ષ જૂના સ્કૂટર ને સારું કરીને યાત્રા નો સાથી બનાવ્યો અને 16 જાન્યુઆરી 2018 ના રોજ પોતાની આ યાત્રા શરૂ કરી. દક્ષિણામુર્તિ ક્રુષ્ણ કુમાર અત્યાર સુધીમાં આ પોતાના 25 વર્ષ જૂના સ્કૂટર પર માતા ની સાથે 70 હજાર 268 કિમી નો સફર નક્કી કરી ચૂક્યા છે.

ક્રુષ્ણ કુમાર એ પોતાની આ યાત્રા ને ‘ માતૃ સેવા સંકલ્પ યાત્રા’ નામ આપ્યું છે. આ યાત્રા માં તેઓ ભારત ના મોટાભાગના રાજ્યો સહિત નેપાલ, ભૂટાન, મ્યાંમાર પણ જય ચૂક્યા છે. તેમનું ના કોઈ લક્ષી નક્કી હોય છે કે ના કોઈ રોકાણ ની વ્યવસ્થા નક્કી હોય છે. તેણે એ પણ નક્કી નથી હોતું કે હજુ કેટલું સફર નક્કી કરવાનું બાકી છે. ક્રુષ્ણ કુમાર કહે છે કે તેમણે તો બસ આગળ જ વધતાં જવું છે. જેટલું બની શકે. મને દેશ અને દુનિયા નું ભ્રમણ કરાવું છે. તેઓ કહે છે કે તેમની નોકરી દરમિયાન ની જમાપૂંજી અને વ્યાજ થી તેમનો ખર્ચ નીકળી જાય છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ધાર્મિક મઠ અને મંદિરો માં રોકાઈ જાય છે. મોટાભાગી જગ્યા પર તેમણે ફ્રી માં ભોજન પણ મળી જાય છે. ઋષિકેશ માં પણ ક્રુષ્ણ કુમાર પોતાની માતા ની સાથે તિરુમાલા તિરુપતિ દેવસ્થાન્મ માં રોકાયા છે.

આ વચ્ચે તેઓ પોતાની માતાને ગંગા દર્શન અને આસપાસ ના મંદિરો ના દર્શન પણ કરાવી રહ્યા છે. કૃષ્ણ કુમારના જણાવ્યા અનુસાર, 2016માં તે બેંગ્લોરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કોર્પોરેટ ટીમ લીડર તરીકે કામ કરતો હતો. જો કે જ્યારે તેને તેની માતાને પ્રવાસ પર લઈ જવાનો વિચાર આવ્યો ત્યારે તેણે નોકરી છોડી દીધી. કમ્પ્યૂટર એન્જિનિયર કૃષ્ણ કુમારે લગ્ન કર્યા ન હતા. તેણે જણાવ્યું કે તેના પિતા દક્ષિણામૂર્તિ વન વિભાગમાં કામ કરતા હતા.015માં તેમનું નિધન થયું હતું. જે બાદ તે તેની માતાને બેંગ્લોરમાં તેની પાસે લઈ આવ્યો. સાંજે ઓફિસેથી પરત આવીને જ્યારે માતા અને પુત્ર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે માતાએ કહ્યું કે તેણે ઘરની બહારની દુનિયા જોઈ નથી॰આના પર તેને લાગ્યું કે જે માતાએ તેને આખી દુનિયા જોવા માટે સક્ષમ બનાવી છે,

તેણે ઘરની દરેક વ્યક્તિ બનાવવા માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે અને તે માતા આજ સુધી કંઈ જોઈ શકી નથી. અહીંથી જ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.પોતાના પ્રવાસના અનુભવો શેર કરતા કૃષ્ણ કુમારે કહ્યું કે તે લોકડાઉન દરમિયાન તેની માતા સાથે મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે અમે ભૂટાન બોર્ડર પર પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે સરહદો સીલ કરી દેવામાં આવી છે. કોરોનાના એ જમાનામાં તેણે એક મહિનો અને 22 દિવસ ભારત-ભૂતાન સરહદના જંગલોમાં વિતાવ્યા હતા. આ પછી, જ્યારે તેનો પાસ બની ગયો ત્યારે તે એક અઠવાડિયામાં 2673 કિલોમીટર સ્કૂટર ચલાવીને પાછા મૈસૂર પહોંચ્યા. બધું સામાન્ય થઈ ગયા બાદ તેણે 15 ઓગસ્ટ 2022થી ફરી યાત્રા શરૂ કરી છે.આ યાત્રા પાછળની પ્રેરણા વિશે કૃષ્ણ કુમાર કહે છે કે જ્યારે લોકો દુનિયામાંથી અંતિમ વિદાય લે છે

ત્યારે તેઓ મૃતકોના ફોટાને હાર પહેરાવીને, તેમને યાદ કરીને તેમની ઈચ્છાઓની વાત કરે છે. જ્યારે સંબંધો, લોકો જીવતા હોય ત્યારે તેની કાળજી લેવી જોઈએ. તેણે કહ્યું કે તે આ અફસોસ સાથે જીવવા માંગતો નથી. તેથી તેના પિતાના અવસાન પછી તેની માતાને એકલા છોડી દેવાને બદલે, તેણે તેણીને દુનિયા બતાવવાનું નક્કી કર્યું અને પ્રવાસ પર નીકળ્યો.દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમાર જણાવે છે કે પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેમની માતૃભક્તિ અને તેમની માતાને સ્કૂટર પર ભારત લઈ જવાની તેમની વાર્તાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને એક કાર ભેટમાં આપી. જો કે તે સાદું જીવન જીવવામાં માને છે, તેથી તે કારને બદલે સ્કૂટરથી મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ તેમના પ્રવાસમાં પિતા સાથે હોવાનો અહેસાસ રાખે છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *