Viral video

ઉત્તરાયણના તહેવારમાં શું કરવું જોઈએ તે અંગે ખજુરભાઈ એ કરી ખાસ વાત, કહ્યું કે પતંગથી દૂર….જુઓ વિડિયો

Spread the love

લોક લાડીલા ખજુર ભાઈએ પોતાના સૌ ચાહકોને ઉત્તરાયણના તહેવારને લઈને એક ખાસ વિનંતી કરી છે, ઉતરાયણમાં શું કરવું જોઈએ તે અંગે એક ખાસ સંદેશ આપ્યો છે. ચાલો અમે આપ સૌને જણાવીએ કે આખરે ખજુરભાઈ શું કહ્યું.

હાલમાં જ રાજકોટની સર્વોદય સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં ખજુરભાઈ સૌ કોઈ લોકોને સંબોધીને કહું કે, એક કલાકાર તરીકે મને હંમેશા દુઃખ રહેશે. મે કોઈપણ ફેસ્ટિવલનો વિરોધ નથી કર્યો. એક ગુજરાતી તરીકે આપણને બધા અધિકાર છે કે આપણે તહેવારો ઉજવવા જોઈએ પણ કોઈ પક્ષીઓનું ગળું કપાઈ, કોઈ પક્ષી ઘાયલ થાય, કોઈને દુઃખ પહોંચે. એવા ફેસ્ટિવલ આપણે ઉજવવા જોઈએ ? હા કે ના?

હું પણ કાજુ – બદામ લઈને મારા જેટલા ગામડામાં અવેડામાં હોય છે, ત્યાં ગાયોને કાજુ બદામ ખવડાવું છું. જો તમારે બધાને સાચા અર્થમાં ઉત્તરાયણ મનાવવી હોય તો ગાયુને ખવડાવો, એનાથી મોટું કોઈ દાન નથી મારા વહાલાઓ. આપણા કારણે કોઈ નો ભોગ લેવાઈ એવા ફેસ્ટિવલ ક્યારેય નથી ઉજવવા.

તમે મને માનો છો, પ્રેમ આપો છો, હું જે કહું છું તેમ કરો છો એટલે આવનારી જે ઉત્તરાયણ છે, કે તમારે ઉજવવી હોય તો ગાયમાતાઓને કાજુ બદામ ખવડાવો, છપ્પન ભોગ ખવડાવો, તલ-,ચીક્કી ખાવ, ધાબા પર ઊંધિયું કરો પણ પતંગથી દૂર રહો. મારી આ સૌને વિંનતી છે. ખરેખર ખજુર ભાઈનો આ સંદેશ અતિ મહત્વનો છે, ઉત્તરાયણ એ ખરા સાથે દાન – પુણ્યનું મહાપર્વ છે અને આ તહેવાર આપણે સત્કાર્ય થકી ઉજવીએ. ખજૂર ભાઈની વાત પરથી તમે કેટલા સહમત છો?


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *