National

રાજકોટની શ્રી માતૃમંદિર કોલેજની અનોખી રામ ભક્તિ ! અયોધ્યા મંદિર માટે ઈલાયચી અને લવિંગનો 350 ફૂટનો હાર બનાવી રહ્યા છે…

Spread the love

જગતભરના લોકોના શ્રી રામ આગમનની તૈયારીઓ હર્ષો ઉલ્લાસથી થઇ રહી છે, ત્યારે સૌ કોઈ લોકો શ્રી રામ ભગવાન માટે પોતાના ભક્તિભાવ પ્રમાણે ભેટ મોકલાવી રહ્યા છે, ખરેખર જ્યારે વરસોની વેળા બાદ શ્રી રામ અયોધ્યા પધારી રહ્યા છે, ત્યારે આ દિવ્યક્ષણને યાદગાર બનાવવું સ્મૃતિ ભેટ એ અતૂટ ભક્તિનું પ્રતીક બનશે, ગુજરાત તરફથી અત્યારસુધીમાં મહા અગરબત્તી, વિશાળ દીવો, ધ્વજદંડ, નગારું મોકલાવમાં આવ્યા છે તેમજ ભક્તો દ્વારા પણ અજયબાણ, શ્રી રામ માટે ડાયમંડ હાર અને સીતાજી માટે સાડી બનાવવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરના વિધાર્થીઓ એ પણ એક ખાસ પ્રકારની ભેટ શ્રી રામ ભગવાન માટે બનાવી છે.

તમને જાણીને ગર્વ થશે કે,રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભારતનો સૌથી મોટો હાર અયોધ્યા મોકલવામાં આવશે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર રાજકોટની શ્રી માતૃમંદિર કોલેજના સમાજકાર્યના વિદ્યાર્થીઓએ એક અનોખી ઉપહારી આપવાનું નક્કી કર્યું છે. તેઓ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનના મંદિર માટે ૩૫૦ ફૂટ લાંબો એલચી અને લવિંગનો હાર બનાવી રહ્યા છે. આ હાર ભારતનો સૌથી મોટો હાર હશે.

આ હાર બનાવવામાં કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓ સહિયોગ કરી રહ્યા છે. હાર બનાવવા માટે ૭૦ જેટલા વિદ્યાર્થીઓ સતત કામ કરી રહ્યા છે. આ કાર્યમાં એક દિવ્યાંગ દીકરી પણ ભાગ લઈ રહી છે. ખરેખર આ દિવ્યાંગ દીકરીને વંદન કરીએ કારણ કે એક હાથ ન હોવા છતાં પણ આ દીકરી ભક્તિ-ભાવથી આ હાર બનાવવામાં પોતાનું યોગદાન આપી રહી છે.

હાર બનાવવામાં એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. એલચી અને લવિંગ ભગવાનને થાળમાં ધરાવવામાં આવે છે. તેમજ ભગવાનને ધરવામાં આવતા દૂધમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એલચી અને લવિંગથી વાતાવરણમાં પોઝિટિવ એનર્જી પણ ફેલાય છે.

આ હારનો વજન અંદાજે ૨૦૦ કિલો ઉપરનો હશે. વિદ્યાર્થીઓએ દિવસ રાત જોયા વગર માત્ર ૭ દિવસમાં આખો હાર પૂર્ણ કર્યો છે. કોલેજના આચાર્ય શ્રી આર કે. પટેલ સાહેબ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને પૂરતો સપોર્ટ કર્યો છે. તેઓ વિદ્યાર્થીઓનો જુસ્સો અવિરત વધારતા રહે છે અને દરેક જરૂરિયાતો પૂર્ણ કરતા રહે છે.

આ હાર અયોધ્યા પહોંચતાની સાથે જ ભારતભરમાં ચર્ચાનો વિષય બની જશે. આ હાર રાજકોટના વિદ્યાર્થીઓની કુશળતા અને શ્રદ્ધાનું પ્રતિક બનશે. તેમજ આ હાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ કરેલી મહેનત પ્રશંસનીય છે. આ હાર ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *